પંચમહાલ: આંગણીયા સજાવ્યા.. તોરણ બંધાવ્યા... અત્યારે આ ગીત ઘણા નાં મન માં ચાલતું હશે કારણકે લગનગાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આવનારી તારીખોમાં અધધ લગ્ન પ્રસંગો આવી રહ્યા છે ત્યારે વેડિંગ તેમજ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ૨ વર્ષના કોરોના કાળ દરમિયાન ફરાસખાના નાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ને ઘણી મૂશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો.એવા પણ કિસ્સા સામે આવ્યા હતા કે લોકોએ પોતાનું અને પોતાના પરીવાર નું ગુજરાન ચલાવવા ધંધો ન મળતા સામાન વેચીને પણ ગુજરાન ચલાવ્યું હતું. આ ઇન્ડસ્ટ્રી ની ખાસીયત આને વ્યથા ગણી શકાય તે એ છે કે આ ઇન્ડસ્ટ્રી અનેકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. કોરોના કાળ દરમિયાન કેટલાય પરીવારનો ભૂખ્યા સૂઈ ગયાં હશે પણ હવે ધીરે ધીરે લગ્નો તેમજ જાહેર પ્રસંગો પહેલા ની જેમ ફૂલ ફ્લેજ માં થઇ રહ્યા છે જેને લઇને પંચમહાલ જિલ્લામાં ફરાસખાના નાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ને શું ચેલેન્જિઝ આવી રહ્યા છે તેનાં વિશે ગોધરા નાં ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે વર્ષોથી સંકળાયેલા ભાવેશભાઈ જોષી એ શું કહ્યું જાણો...