પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં ગઈકાલે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટા નો માહોલ જોવા મળ્યો ત્યારે આજે તડકા નું પ્રમાણ જોવા મળી રહ્યું છે પરંતુ સાથે સાથે ઠંડા પવનના કારણે ઠંડીનું પ્રમાણ પણ જળવાઈ રહ્યું છે. ત્યારે આજે સવારથી જ વાદળ ખૂલવાથી વાતાવરણ શુદ્ધ જોવા મળી રહ્યું છે.
ત્યારે ગોધરા ખાતે ની આત્મા પ્રોજેક્ટ કચેરી ના વેધર ફોરકાસ્ટ રિપોર્ટ પ્રમાણે જણાવ્યા અનુસાર આવનારા પાંચ દિવસો સુધી વરસાદની કોઇ શક્યતા જોવાઇ રહી નથી તેમજ વાતાવરણમાં મહત્તમ તાપમાન ૨૫.૮° સેલ્સિયસ થી ૨૮.૯° સેલ્સિયસ રહી શકે છે જ્યારે ન્યુનતમ તાપમાન ૧૦.૮° સેલ્સિયસ થી ૧૪.૬° સેલ્સિયસ રહી શકે છે.
તેમજ વાદળોના પ્રમાણમાં ૧ ઓક્ટા થી ૪ ઓક્ટા સુધી નું પ્રમાણ જોવા મળી શકે છે. સાથે સાથે વાતાવરણમાં ભેજનું મહત્તમ પ્રમાણ ૬૭ % થી લઈ ૪૮ % સુધીનું જોવા મળી શકે છે તેમજ ન્યૂનતમ પ્રમાણ ૩૩ % થી ૩૮% માં વધઘટ જોવા મળી શકે છે. તેમજ પવન ની ગતી ૧૩ થી ૧૪ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના જોવા મળી રહી છે તેમજ પવન ની દિશા ૫૮ ડિગ્રી થી ૭૨ ડિગ્રી વેરીએબલ રહે તેવી શક્યતા છે.
તેમજ આવા વાતાવરણમાં આ શાકભાજી, મકાઈ તેમજ કપાસના પાકને લઈને લેવાની તકેદારીઓ વિશે જણાવવામાં આવ્યું કે શાકભાજી પાકોમાં ચુસીયા જીવાત, લીલી ઈયળ થવાની શક્યતા છે તેથી આ પ્રકારના પાકો લેતા ખેડૂતોએ તેના નિયંત્રણ માટે લીમડા નું તેલ 30થી 50 ml તેમજ વધુ ઉપદ્રવ હોય તો સ્પિનોસાડ દવા ૩ મીલી એ ૧૦ લીટર પાણી માં ભેળવી ને હવામાન ખૂલ્લૂ હોય ત્યારે છંટકાવ કરવો. તેમજ પરિપક્વ પાક, ફળ કે શાકભાજી ને યોગ્ય સ્થળે સંગ્રહ કરવો અથવા તેને વેચાણ માટે મૂકવા જેથી તેનો બગાડ ન થાય.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર