Godhara News: 100 કરોડ રૂ.થી વધુનાં ખર્ચે તૈયાર થશે ગોધરાનો ઓવરબ્રિજ, જુઓ તેનો 3D VIDEO
Godhara News: 100 કરોડ રૂ.થી વધુનાં ખર્ચે તૈયાર થશે ગોધરાનો ઓવરબ્રિજ, જુઓ તેનો 3D VIDEO
૧૦૦ કરોડ કરતાં વધારે રૂપિયા નાં કામો નું લોકાર્પણ....
ગોધરા શહેરમાં લાંબા સમય બાદ ઓવરબ્રિજ તથા અંડરપાસ બનવા જઈ રહ્યો છે. ગોધરા નાં મુખ્ય માર્ગ ઉપર 1.5 કિલોમીટર લાંબો બસ સ્ટેન્ડથી દાહોદ રોડ સુધી ઓવર બ્રીજ બનાવવામાં આવશે. ઓવરબ્રિજ તેમજ અંડરપાસ બંને થઈને અંદાજિત 100 કરોડથી વધારે રૂપિયા
ગોધરા, પંચમહાલ : ગુજરાત સરકારના માર્ગ મકાન વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી (purnesh modi) પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (godhra) ખાતે શહેરા ભાગોળ વિસ્તાર માં ફાટક પર અન્ડર પાસ અને ગોધરા બસ સ્ટેન્ડ થી દાહોદ રોડ સુધીનો ફલાય ઓવર બ્રિજનું (overbridge) ખતમૂહર્ત (inauguration) કરવામાં આવ્યું. ગોધરા શહેરમાં લાંબા સમય બાદ ઓવરબ્રિજ તથા અંડરપાસ બનવા જઈ રહ્યો છે. ગોધરાનાં મુખ્ય માર્ગ ઉપર 1.5 કિલોમીટર લાંબો બસ સ્ટેન્ડ થી દાહોદ રોડ સુધી ઓવર બ્રીજ બનાવવામાં આવશે.
ઓવરબ્રિજ તેમજ અંડરપાસ બંને થઈને અંદાજિત 100 કરોડ થી વધારે રૂપિયા આ કામ તેમજ બીજા કામો માટે ફાળવવામાં આવ્યા છે. ગોધરામાં હેવી લોડેડ વાહનો અને વધતાં ટ્રાફિકને કારણે થતા અકસ્માતોનાં નિવારણ માટે વર્ષોથી માંગવામાં આવેલાં ઓવરબ્રિજ તથા અંડરપાસનો આખરે ગોધરાની જનતાને લાભ મળશે.
ગોધરા શહેરમાં હાલ બની રહેલા ઓવરબ્રિજ તથા અંડરપાસ જે ગોધરા માં બનવાનું શરૂ થઈ રહ્યાં છે તે ઘણાં લાંબા સમયથી પેચીદો પ્રશ્ન હતો જેનું અંતે નિરાકરણ થઈ ચૂક્યું છે અને બંને કામોના ખાતમૂહર્ત ગુજરાત સરકારના માર્ગ મકાન વાહન વ્યવહાર મંત્રી પૃણેશ મોદી દરા કરવામાં આવ્યું. જેમાં ઓવરબ્રિજ 58 કરોડ રૂપિયા નાં ખર્ચે , 1.5 કિલોમીટર ની લંબાઈ નો ફ્લાય ઓવર બ્રીજ ગોધરા બસ સ્ટેન્ડ થી લઈ દાહોદ રોડ સુધી બનાવવા માં આવશે.
આ બે કામો શરૂ થવાનાં કારણે ગોધરા ની પ્રજા માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. તદુપરાંત ભૂતકાળમાં આ રસ્તાઓ ઉપર ટ્રાફિક નાં કારણે જે અકસ્માતો થતાં હતાં અને તેમાં કેટલાક લોકો એ જીવ પણ ઘૂમાવ્યા છે જે આ બ્રીજ અને અંડરપાસ બનવાનાં કારણે ટ્રાફિક ની સમસ્યા ઓ હલ થવાથી ભવિષ્ય માં આ બ્રીજ તથા અંડરપાસ ગોધરા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર