Home /News /madhya-gujarat /ગુજરાત સરકારને આમ આદમી પાર્ટીનાં ગુજરાત સંગઠન મંત્રીની ચીમકી...જુઓ શું કહ્યું

ગુજરાત સરકારને આમ આદમી પાર્ટીનાં ગુજરાત સંગઠન મંત્રીની ચીમકી...જુઓ શું કહ્યું

X
આમ

આમ આદમી પાર્ટી, પંચમહાલ

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આમ આદમી પાર્ટી ના પંચમહાલ જીલ્લા પૂર્વ પ્રમુખ ના સ્વૈચ્છીક રાજીનામાં બાદ પંચમહાલ જીલ્લા આમ આદમી પાર્ટી ના નવા પ્રમુખ તરીકે રણજીતસિંહ ચૌહાણની નિમણુક કરવામાં આવી હતી. 

  ગોધરા, પંચમહાલ: પંચમહાલ જીલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ તરીકે રણજીતસિંહ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે. પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આમ આદમી પાર્ટી ના પંચમહાલ જીલ્લા પૂર્વ પ્રમુખ ના સ્વૈચ્છીક રાજીનામાં બાદ પંચમહાલ જીલ્લા આમ આદમી પાર્ટી ના નવા પ્રમુખ તરીકે રણજીતસિંહ ચૌહાણની નિમણુક કરવામાં આવી હતી.

  આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડાએ આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે તા ૧૬-૧-૨૦૨૨ ના રોજ ગુજરાત સરકાર ના આદિજાતી કોર્પોરેશન ધ્વારા આદિવાસી સમાજ માટે યોજનાઓ લક્ષી જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેમાં “ઇસમ” શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે શબ્દ સામાન્ય રીતે ગુનેગારો માટે વપરાતો હોવાથી આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મડી રહ્યો છે.

  આ પણ વાંચો: સુરત : દેશી દારૂના નશામાં યુવકે પાણીની જગ્યા પર એસિડ ગટગટાવી લેતા કરૂણ મોત

  આ જે શબ્દનો ઉપયોગ સરકાર ધ્વારા કરવામાં આવ્યો છે તેની સરકાર માફી માંગે નહિતર આમ આદમી પાર્ટી ની ગુજરાત ની ટીમ ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમાં સરકાર વિરૃધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Panchmahal, આમ આદમી પાર્ટી, પંચમહાલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन