પંચમહાલ: વર્ગખંડમાં ખુલ્લેઆમ છેલ્લી પાટલીએ વિદ્યાર્થી-વિદ્યાર્થિની કરવા લાગ્યા Kiss, Video વાયરલ

News18 Gujarati
Updated: January 25, 2020, 7:24 PM IST
પંચમહાલ: વર્ગખંડમાં ખુલ્લેઆમ છેલ્લી પાટલીએ વિદ્યાર્થી-વિદ્યાર્થિની કરવા લાગ્યા Kiss, Video વાયરલ
સ્કૂલમાં વર્ગખંડમાં જ ખુલ્લેઆમ વિદ્યાર્થિ અને વિદ્યાર્થિની વચ્ચે કિસનો વીડિયો વાયરલ થતા ચકચાર

આ વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, વર્ગખંડમાં એક વિદ્યાર્થિ અન્ય વિદ્યાર્થિઓની હાજરીમાં છેલ્લી પાટલી પર બેસી વિદ્યાર્થિનીને ખુલ્લે આમ લીપ કિસ કરી રહ્યો છે

  • Share this:
શિક્ષણ જગતમાંથી એક પછી એક એવી ઘટનાઓ સામે આવી રહી છે, જેને કારણે શિક્ષણ જગત શર્મસાર બની રહ્યું છે. રાજકોટ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિની સાથે શરીર સુખની માંગ કરતો ઓડિયો વાયરલ થયાની ઘટનાને હજુ ગણતરીના કલાકો જ થયા છે એવામાં શિક્ષણ જગત માટે કલંક સમાન બીજો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, વર્ગખંડમાં એક વિદ્યાર્થિ અન્ય વિદ્યાર્થિઓની હાજરીમાં છેલ્લી પાટલી પર બેસી વિદ્યાર્થિનીને ખુલ્લે આમ લીપ કિસ કરી રહ્યો છે, આ વીડિયોમાં અન્ય વિદ્યાર્થિનીઓ પણ જોવા મળી રહી છે, જે આ કારસ્તાન જોઈ શરમાઈ રહી છે. સાથે ઓડિયો પણ સંભળાઈ રહ્યો છે, જેમાં અન્ય યુવકો જે વીડિયો બનાવી રહ્યા છે, તેમનો અવાજ સંભળાય છે, તેઓ કિસ કેટલા સમયથી ચાલી રહી છે, તેની સેકન્ડો ગણી રહ્યા છે.

વીડિયોની હકીકત મુદ્દે માલુમ થાય છે કે, આ વીડિયો પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની કૃષિકાર વિદ્યાલયની શાળાનો છે. જેમાં વિદ્યાર્થી ખુલ્લેઆમ વર્ગખંડમાં વિદ્યાર્થિની સાથે શિક્ષણ જગતને શરમમાં મુકે તેવી હરકત કરી રહ્યો છે.


શું છે પુરી હકીકત
વીડિયો વાયરલ થયા બાદ સ્કૂલના પ્રિન્સીપાલે મીડિયાને જણાવ્યું કે, આ વીડિયો વાયરલ થયા બાદ મારી જાણમાં આવતા ખબર પડી કે, આ અમારી મોરવા હડફની સેકન્ડરી સ્કૂલનો જ છે. આ ઘટના 23 જાન્યુઆરીની છે, જેમાં રિશેષના સમયે ધોરણ 12ના વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હતા, તે સમયે આ રીતે કિસ કરવાનો વીડિયો બનાવવામાં આવ્યો છે. આ મામલાની જાણ જિલ્લા શિક્ષણને થતા શિક્ષણ નીરિક્ષક પણ સ્કૂલમાં તપાસ માટે આવ્યા હતા. અમે વીડિયોને આધારે જે વિદ્યાર્થીઓ આમાં સામેલ છે, તેમના વાલીઓને બોલાવી સોમવારે વિદ્યાર્થીઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક પગલા ભરીશું.
First published: January 25, 2020, 7:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading