Home /News /madhya-gujarat /Vasant Panchami: માં સરસ્વતીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? અહીં ક્લિક કરીને વાંચો

Vasant Panchami: માં સરસ્વતીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? અહીં ક્લિક કરીને વાંચો

સરસ્વતી

સરસ્વતી પૂજા

Vasant Panchami news: આજના દિવસે પંચમહાલ જિલ્લામાં (panchmahal news) ઠેરઠેર શુભ કાર્યો થતા જોવા મળ્યા હતા. આજના દિવસે વણમાગ્યુ મુહૂર્ત (muhurat) માનવામાં આવે છે. જેથી તમામ પ્રકારના શુભ કાર્યો મુહૂર્ત જોયા વગર પણ કરી શકાય છે.

    Panchmahal News: આજરોજ વસંતપંચમીનો શુભ દિવસ છે. આજના દિવસે પંચમહાલ જિલ્લામાં ઠેરઠેર શુભ કાર્યો થતા જોવા મળ્યા હતા. આજના દિવસે વણમાગ્યુ મુહૂર્ત (muhurat) માનવામાં આવે છે. જેથી તમામ પ્રકારના શુભ કાર્યો મુહૂર્ત જોયા વગર પણ કરી શકાય છે તેથી પંચમહાલ (Panchmahal) જિલ્લામાં તેમજ ગોધરા (Godhra) નગરમાં ઠેરઠેર લગ્ન (marriage) પ્રસંગો તેમજ વાહનોની ખરીદી મોટા પ્રમાણમાં જોવા મળી હતી.

    તેમજ આજનો દિવસ એટલે સરસ્વતીમાંનો પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે જેથી ગોધરાના લાલબાગ ટેકરી મંદિર ખાતે માતા સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું જ્યાં દિલીપ મહારાજ દ્વારા વસંત પંચમી (Vasant Panchami)ના દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

    દિલીપ મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે મહા સુદ પાંચમ છે. આજના દિવસને જ્ઞાનપંચમી તેમજ વસંત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગઈકાલે મહા સુદ ચોથ એટલે કે રિદ્ધિ સિદ્ધિ ગજાનંદ ગણપતિજીનો જન્મદિવસ હતો. ગઈકાલે બુદ્ધિનો દિવસ હતો તેમજ આજે વિદ્યા નો દિવસ છે. મા સરસ્વતીનો આજે પ્રાગટ્ય દિવસ છે.

    બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી હતી. સૃષ્ટિનું સર્જન કર્યા બાદ બ્રહ્માજીને એવું લાગ્યું કે વનસ્પતિ થી માંડીને મનુષ્ય સુધીના તમામ જીવ અત્યંત મૌન જોવા મળી રહ્યા છે જેથી ખૂબ જ તકલીફ માં હોય તેવું જોવાશે. જેથી કોઈ કાર્ય કરી શકતા નથી.

    આ પણ વાંચોઃ-Junagadh Honey Trap: મહિલાએ લિફ્ટ માંગીને યુવકનું કર્યું અપહરણ, મારમારીને માંગી લાખોની ખંડણી, ત્રણ પકડાયા

    તેથી બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે તેમના કમંડળ માંથી પ્રૃથ્વી પર પાણી છાંટવું પડશે જેથી વિષ્ણુ ભગવાનની પરવાનગી થી પ્રૃથ્વી પર પાણી છાંટતા જ તમામ જીવો માં ચેતના આવી ગઈ.

    આ પણ વાંચોઃ-Rajkot: '..બધાના પૈસા આપી દેજે.. હું દવાનું પગલું ભરું છું', મહિલા કોંગી અગ્રણી સહિત 12ના ત્રાસથી પ્રૌઢે કર્યો આપઘાત

    ચારવેદ તેમજ જ્ઞાન પ્રગટ થયાં અને ચતુર્ભુજ નારી ઉત્પન્ન થઈ જેમનાં એક હાથમાં માળા, એક હાથમાં પુસ્તક, એક હાથમાં વિણા આને એક હાથમાં કમંડળ સાથેમાં સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું. માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એટલે આ મહાસુદ પાંચમ. તેથી પાંચમનાં આ દિવસને આત્યંતિક શુભ દિવસ ગણવામાં આવે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Godhra. Panchmahal News, Panchmahal News, Vasant panchami

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन