ગોધરા (godhra) શહેરના ગુંસાઈજી ઉત્સવ મંદિર પટેલ પટવારી નાં ચોતરા (gunsaiji utsav temple) ખાતે ઉત્સવ મંડળ દ્વારા હોળી નાં આગાઉ નાં દિવસોમાં રસીયા રમવાની પરંપરા યથાવત રાખવામાં આવી રહી છે.
Shivam Purohit, Panchmahal: હોળી ધુળેટી (Holi) પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ઠેરઠેર હોળી ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે ગોધરા (godhra) શહેરના ગુંસાઈજી ઉત્સવ મંદિર પટેલ પટવારી નાં ચોતરા (gunsaiji utsav temple) ખાતે ઉત્સવ મંડળ દ્વારા હોળી નાં આગાઉ નાં દિવસોમાં રસીયા રમવાની પરંપરા યથાવત રાખવામાં આવી રહી છે. ગોધરા નાં વૈષ્ણવ સંપ્રદાય (Vaishnav sampraday) નાં લોકો દ્વારા હોળી નાં પર્વ ને ખુબ ઉત્સાહ અને ઉમંગ થી મનાવવામાં આવે છે. ઠાકોરજી સંગ સંખ્ય ભાવથી હોળી રમવાનો આ મોકો રસીકો રસીયા (rasiya) રમીને ઉજવણી કરી રહ્યા છે.
ગુંસાઈજી ઉત્સવ મંદિરનાં મુખીયાજી માનવભાઇ દ્વારા રસીયા નાં મહત્વ વિશે વાત કરતાં જણાવવામાં આવ્યું કે રસીયા એક વ્રજની ગાયીકા છે. વ્રજમાં ગોપીઓ જ્યારે રંગ ઉડાડી ને ઠાકોરજી ને રીઝવે છે અને રીઝવવા માટે જે ગાય છે તે પ્રાચીન ગીતો ને રસીયા કહેવામાં આવે છે. તેથી હાલ ના સમય માં વૈષ્ણવ જનો તેમજ રસીકો ઠાકોરજીને રીઝવવા માટે હોળી નાં દિવસોમાં દરરોજ જૂદા જૂદા રસીયાઓ ગાઈને રસીકો રસપાન કરતાં હોય છે. રસીયાએ પ્રાચીન શૈલીની ગાયીકા છે.
કોરોના કાળ પહેલા ગોધરા નાં ઉત્સવ મંડળ ગ્રુપ દ્વારા ઘરે ઘરે જઈ ને રસીયા નું ગુણગાન કરવામાં આવતું હતું પરંતુ કોરોના મહામારી ના કારણે તે શક્ય થઈ શક્યું નહીં. તેથી આ વર્ષે ઉત્સવ મંડળ ગ્રુપ દ્વારા ગુંસાઈજી ઉત્સવ મંદિર પટેલ પટવારી નાં ચોતરા ખાતે જ ભેગાં મળીને લાંબા સમય બાદ ફરી ઉત્સાહ અને ઉમંગ થી રસીયાની ઉજવણી શરૂ કરવામાં આવી છે.
રસીયા દરમિયાન ઠાકોરજી ને રીઝવવા માટે ૪૦ દિવસ રંગથી રસીયા ખેલવા માં આવે છે. એમાં ૧૪-૧૫ દિવસ વસંત નાં હોય છે, ૧૦ દિવસ રસીયા નાં હોય છે, ૧૦ દિવસ ધમાર નાં હોય છે અને પછી જેમ જેમ હોળી નજીક આવતી જાય છે તેમ તેમ ભારે ખેલો ઠાકોરજી સન્મૂખ થતાં હોય છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર