પૈસા વહેંચતા હોવાના વાયરલ ફોટો અંગે કોંગી ઉમેદવાર વી.કે. ખાંટે કહ્યું, 'ફોટો બનાવટી છે'

ફોટામાં પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે. ખાંટ 500 રૂપિયાના બંડલ વહેંચી રહ્યાં હોવાનો દાવો હતો. જોકે, આ મામલે વી.કે. ખાંટે સ્પષ્ટતા કરી છે

News18 Gujarati
Updated: April 14, 2019, 4:21 PM IST
પૈસા વહેંચતા હોવાના વાયરલ ફોટો અંગે કોંગી ઉમેદવાર વી.કે. ખાંટે કહ્યું, 'ફોટો બનાવટી છે'
વાયરલ તસવીર
News18 Gujarati
Updated: April 14, 2019, 4:21 PM IST
મિતેશ ભાટિયા, મહિસાગર : પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રસના ઉમેદવાર વી.કે. ખાંટના પૈસાના બંડલ વહેંચતા હોવાના ફોટા વાયલર થયા હતા. પંચમહાલના લોકસભા બેઠકની શહેરા વિધાનસભા વિસ્તારમાં તેમણે પૈસાની વહેંચણી કરી હોવાના ફોટા વાયરલ થયા હતા. ફોટામાં વી.કે. ખાંટ 500 રૂપિયાના બંડલ વહેંચી રહ્યાં હોવાનો દાવો હતો. જોકે, આ મામલે વી.કે. ખાંટે સ્પષ્ટતા કરી છે કે તેમણે પૈસા વહેંચ્યા નથી. જે ફોટા વાયરલ થયા છે તે બનાવટી છે.

સવારે વી.કે. ખાંટના ફોટા વાયરલ થતા તેમના પર આચાર સંહિતના ભગની ફરિયાદ થાય તેવી વકી હતી કારણ કે વોટરને મત માટે લલચાવવા માટે ફોટા આપવા એ કાયદેસર ન હોવાથી વી.કે. ખાટ મુસીબતમાં મૂકાઈ શકે તેમ હતા જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે આ ફોટો બનાવટી છે અને કોઈએ વાયરલ કર્યા છે. ફોટામાં કોઈ મહિલા દેખાતી નથી કોઈએ ફોટા બનાવી અને બનાવટ કરીને ફોટો મૂક્યો છે.

આ પણ વાંચો : કુંડારિયાનો ધમકી આપતો ઑડિયો વાયરલ, 'નાનુભાઈ 70 ટકા ઉપર મત નહીં મળે તો..'

પંચમહાલ બેઠક પર વી.કે. ખાંટની સામે ભારતીય જનતા પાર્ટીએ લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહને ટિકિટ આપી છે, રતનસિંહે ભાજપને વિધાનસભામાં ટેકો જાહેર કર્યો હતો. આ બેઠક પર પાછલી ટર્મમાં ભાજપના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ ચૂંટાયા હતા જોકે, તેમની ઉંમર 75ને પાર કરી ગઈ હોવાના કારણે તેમને પાર્ટીએ રિપિટ કર્યા નથી. કોંગ્રેસે આ બેઠક પર નવા ઉમેદવારને ટિકિટ આપી છે.
First published: April 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...