UPથી સુરત જતી બસ ગોધરા પાસે પલટી, 100 મુસાફરોમાંથી 35થી વધુ ઇજાગ્રસ્ત

UPથી સુરત જતી બસ ગોધરા પાસે પલટી, 100 મુસાફરોમાંથી 35થી વધુ ઇજાગ્રસ્ત
રાતનાં દ્રશ્યો

કોરોનાકાળમાં 55 મુસાફરની કેપેસિટીવાળી બસમાં હાલ કોરોના મહામારીમાં 30 મુસાફરને બેસાડવાનો નિમય છે. તેમ છતાં બસમાં 100 જેટલા મજૂરને બેસાડીને કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાડ્યા હતા.

  • Share this:
    ગોધરા-પરવડી ચોકડી નજીક લકઝરી ઉત્તરપ્રદેશથી આવતી બસ પલટી ખાઈ ગઈ છે. જેમાં 35થી વધુ મુસાફો ઇજાગ્રસ્ત થયા છે જેમાં 3 લોકો ગંભીર છે. આ ઇજાગ્રસ્તોને ગોધરા અને વડોદરા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, કોરોનાકાળમાં પણ આ બસમાં અંદાજીત 100 જેટલા મુસાફરો સવાર હતા. આ બસમાં મોટાભાગે શ્રમિકો હતા જે ઉત્તરપ્રદેશથી સુરત મજૂરી કામ માટે જઇ રહ્યાં હતા. લૉકડાઉનમાં જે મજૂરો વતન ગયા હતા તે પરત ફરી રહ્યાં હતા. અકસ્માત બાદ લોકોની ચિંચયારીઓ અને આક્રંદથી વાતાવરણ શોકમય બની ગયુ હતું.

    ડ્રાઇવરે અચાનક જ સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો 



    શનિવારે મોડી રાત્રે ઉત્તરપ્રદેશથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 100 જેટલા મજૂરોને ભરીને સુરત તરફ લઇ જવામાં આવી રહ્યા હતા. આ બસ જ્યારે ગોધરાના પરવડી બાયપાસ પાસે પહોંચી ત્યારે બસના ડ્રાઇવરે અચાનક જ સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી બસ પલટી ખાઇ ગઇ હતી. જેથી આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેથી 42 જેટલા ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી 3 જેટલા મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેઓને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.



    ડ્રાઇવર નશામાં હતો?

    મુસાફરોનાં જણાવ્યાં પ્રમાણે, ખાનગી બસ ચલાવતો ડ્રાઇવર નશામાં હતો. કોરોનાકાળમાં 55 મુસાફરની કેપેસિટીવાળી બસમાં હાલ કોરોના મહામારીમાં 30 મુસાફરને બેસાડવાનો નિમય છે. તેમ છતાં બસમાં 100 જેટલા મજૂરને બેસાડીને કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાડ્યા હતા.



    મહિસાગરમાં પણ આવો જ અકસ્માત થયો હતો

    છ દિવસ પહેલા પણ મહિસાગરમાં આવો જ એક અકસ્માત સામે આવ્યો હતો. મુસાફરોથી ખીચોખીચ ભરેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસ પલટી ગઈ હતી. ઘાયલ મુસાફરોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે બસમાં પણ 100 જેટલા મુસાફરોનો ભરવામાં આવ્યા હતા. હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ખાનગી બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 60 ટકા મુસાફરો ભરવાની જ છૂટ આપવામાં આવી છે. જે બસ પલટી ગઈ હતી સંતરામપુરથી કાલાવડ ખાતે શ્રમિકોને મૂકવા માટે જઈ રહી હતી. આ દરમિયાન સંતરામપુર નજીક પઠારીયા ગામ ખાતે બસ પલટી ગઈ હતી. બસ પલટી જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા પહોંચી હોય તેવા તમામ મુસાફરોને ગોધરા અને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નાની મોટી ઈજા પહોંચી હોય તેવા લોકોને લુણાવાડા સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:September 27, 2020, 11:50 am

    ટૉપ ન્યૂઝ