Home /News /madhya-gujarat /મોંઘીદાટ સાડીઓ નિશુલ્ક પહેરવા માટે ગોધરામાં પહેલી વાર સાડી લાઇબ્રેરીનો અનોખો પ્રયોગ

મોંઘીદાટ સાડીઓ નિશુલ્ક પહેરવા માટે ગોધરામાં પહેલી વાર સાડી લાઇબ્રેરીનો અનોખો પ્રયોગ

સાડી

સાડી લાઇબ્રેરી, ગોધરા, પંચમહાલ

કાશ્મીરાબેન પાઠક સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે આર જી પાઠક ફાઉન્ડેશન અને ફાઈવ સ્ટાર સહેલી ગ્રુપ દ્વારા અમે સાડી લાઇબ્રેરી નું આયોજન કરેલું છે. સાડી લાઇબ્રેરીમાં વિચાર એટલા માટે આવ્યો કારણ કે કોરોના ના સમયમાં જ્યારે પરિસ્થિતિ ખૂબ જ કફોડી હતી.

વધુ જુઓ ...
    Shivam Purohit, Panchmahal: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા (godhra) શહેર ખાતે મૂળ ગોધરાના રહેવાસી તથા રીટાયર્ડ આસિસ્ટન્ટ જીએસટી કમિશનર (gst commissioner) કાશ્મીરાબેન પાઠક (Kashmira pathak) દ્વારા ગોધરા ખાતે બહેનો માટે એક નવીન પહેલ કરવામાં આવી છે. કાશ્મીરાબેન પાઠક દ્વારા તેમના બહેન નિરંજનાબેન પાઠક ની યાદ માં આર જી પાઠક ફાઉન્ડેશન અને ફાઈવ સ્ટાર સહેલી ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે આ સાડી લાઇબ્રેરીની (saree library) શરૂઆત કરવામાં આવી હતી. સાડી લાઇબ્રેરીમાં જરૂરિયાત મંદ તેમજ તમામ મહિલાઓ માટે સારા નરસા પ્રસંગે પહેરી શકાય તેવી મોંઘીદાટ સાડીઓ નિશુલ્ક પહેરવા માટે આપવામાં આવે છે.

    કાશ્મીરાબેન પાઠક સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે આર જી પાઠક ફાઉન્ડેશન અને ફાઈવ સ્ટાર સહેલી ગ્રુપ દ્વારા અમે સાડી લાઇબ્રેરી નું આયોજન કરેલું છે. સાડી લાઇબ્રેરીમાં વિચાર એટલા માટે આવ્યો કારણ કે કોરોના ના સમયમાં જ્યારે પરિસ્થિતિ ખૂબ જ કફોડી હતી ત્યારે જેના કારણે ખૂબ જ આર્થિક મંદી આવી ગઈ હતી તેથી અમે સાડી લાઇબ્રેરી ખોલવા નો વિચાર કર્યો કારણકે સારા પ્રસંગે આપણે જ્યારે મોંઘી સાડીઓ કરી શકિએ છીએ ત્યારે જરૂરિયાત મંદ મહિલાઓ આવી આર્થિક મંદીમાં આટલી મોંઘી સાડીઓ ક્યાંથી લાવે?

    આ પણ વાંચો: ખંભાળિયામાં યુવકે બે સગીબહેનો પર દુષ્કર્મ આચર્યુ, હમચચાવી નાખતી ઘટના

    ત્યારે જરૂરિયાત મંદ લોકો ને સારી સાડીઓ પોતાના પ્રસંગે પહેરવી હોય તો આ સાડી લાઇબ્રેરીમાંથી તેઓ પહેરવા માટે નિશુલ્ક લઈ જઈ શકે છે. આ સાડી લાઇબ્રેરીમાંથી સાડી પહેરવા માટે આપવામાં આવે છે જે લોકો લઈ જાય છે તેમના પ્રસંગમાં પહેરે છે અને પ્રસંગ પૂરો થયા બાદ laundry કરાવી પાછી આપી જાય છે.

    આ પણ વાંચો: આ ઉનાળામાં કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી
    " isDesktop="true" id="1184849" >

    અત્યાર સુધી ગોધરા તેમજ ગોધરાની આસપાસની ૬૦ જેટલી મહિલાઓએ આનો લાભ લીધો છે. કોરોના ના સમયે પ્રસંગો ઓછા થતા હતા પરંતુ છેલ્લા મહિનાઓમાં લગ્ન પ્રસંગો શરૂ થયા ત્યારથી જે લોકોને આના વિષે ખબર પડી છે તેઓ આનો લાભ લેવા માટે આવે છે... આ સાડી લાઈબ્રેરી વિશે બીજી અનેક વાતો કાશ્મીરાબેન પાઠકે કરી એ જાણવા માટે જોઈએ વિડિયો...
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, Saree Library, ગોધરા

    विज्ञापन
    विज्ञापन