પંચમહાલઃ કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 યુવાનોનાં મોત

News18 Gujarati
Updated: February 8, 2019, 4:41 PM IST
પંચમહાલઃ કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 યુવાનોનાં મોત

  • Share this:
રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. પંચમહાલના કાલોલના મલાવ ચોકડી પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવાનના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી છે.

પ્રાથમિક વિગત પ્રમાણે પંચમહાલના કાલોલ મલાવ ચોકડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાટામઇડા ગામેથી રામદેવ મહારાજનો પાટોત્સવ પતાવી ઘરે પરત ફરતાં બે યુવાનોનાં મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ આ રાજ્યમાં સરકાર દુલ્હનને આપશે 1 તોલું સોનું

ઘટના બાદ તાત્કાલીક 108 ઘટનાસ્થળે દોડી આવી હતી જ્યારે ઘાયલ યુવકને સારવાર અર્થે ખસેડ્યો હતો. તો પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવકોના ઉંમર 22 વર્ષની આસપાસ હોવાથી ગામમાં શોકની લાગણી ફેલાઇ છે.
First published: February 7, 2019, 9:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading