Home /News /madhya-gujarat /

ભારતની બે union territory જે 18 હજાર કિલોમીટરની યાત્રા 145 દિવસમાં પૂર્ણ કરી ગોધરા આવી પહોંચ્યા

ભારતની બે union territory જે 18 હજાર કિલોમીટરની યાત્રા 145 દિવસમાં પૂર્ણ કરી ગોધરા આવી પહોંચ્યા

ધનુષ-હેમંથ,

ધનુષ-હેમંથ, ગોધરા

panchmahal news: ભારતની બે union territory જે 18 હજાર કિલોમીટર ની યાત્રા 145 દિવસમાં પૂર્ણ કરી સાક્ષરતા અને પર્યાવરણ બચાવવાનો સંદેશ (message of saving the environment) લોકોને આપતા ગુરુવારની રાત્રિએ ગોધરા આવી પહોંચ્યા છે.

  પંચમહાલ: હાલ ધનુષ અને હેમંથ આ બે નામ ચારેબાજુ ચર્ચાઈ રહ્યા છે ત્યારે શા માટે આ બે નામ ચર્ચાઈ રહ્યા છે તે જોઈએ તો ખબર પડે કે ૨૩ વર્ષની ઉંમર ધરાવતા આ બંને નવયુવકો સમગ્ર ભારતભરમાં પર્યાવરણ (saving the environment) બચાવો તથા સાક્ષરતા ને લઈને 25 હજાર કિલોમીટરની યાત્રા સાયકલ ઉપર ખેડવા માટે ૯ જુલાઈએ નીકળ્યા છે. ભારતની બે union territory જે 18 હજાર કિલોમીટર ની યાત્રા 145 દિવસમાં પૂર્ણ કરી સાક્ષરતા અને પર્યાવરણ બચાવવાનો સંદેશ લોકોને આપતા ગુરુવારની રાત્રિએ ગોધરા આવી પહોંચ્યા છે.

  રોટરેક્ટ ક્લબ ઓફ શિશુ મંદિર, બેંગ્લોરના બે યુવા રોટરેક્ટર્સ, કાડુગોડીના ધનુષ અને યદાગોંડના હેમંથ એ પોતાની સાયકલ પર સવાર થઈ દેશના 29 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી ફક્ત 220 દિવસમાં 24000 Km લાંબી સાઇકલ ચલાવીને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં, એકજ દેશમાં સૌથી લાંબી સાયકલ ઉપર મુસાફરી કરવાનો કિર્તિમાન સ્થાપિત કરવાનું બીડું ઝડપ્યું છે જે અંતર્ગત તેઓ આશરે 19500 km જેટલો પ્રવાસ ખેડી ગોધરા આવી પહોંચ્યા હતાં.

  આમ પ્રવાસ પૂર્ણ થતાંજ કોઈપણ દેશમાં સાઇકલ દ્વારા આ સૌથી લાંબી મુસાફરીનો આ રેકોર્ડ બનશે વધુમાં, સમગ્ર પ્રવાસની આ સાહસ ગાથામાં તેઓ દ્વારા રોટરીના બે ઉત્તમ પ્રકલ્પ 'ગ્લોબલ વોર્મિંગ' અને 'પ્રૌઢ સાક્ષરતા' બાબતે સ્થાનિક લોકોમાં પણ તથા શાળા-મહાશાળાઓની મુલાકાત લઈ આ બંને પ્રકલ્પો વિશે જાગૃકતા ફેલાવાનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે.

  આ ઇવેન્ટ - રોટરી બેંગ્લોર વ્હાઇટફિલ્ડ સેન્ટ્રલ દ્વારા અન્ય સહયોગીઓ જેમકે ઇન્ટરનેશનલ ફેલોશિપ ઑફ સાઇકલિંગ રોટેરિયન્સ , શિશુ મંદિર એજ્યુકેશન સેન્ટર, મૈત્રી એકાઉટેક પ્રાઇવેટ લિમિટેડ તથા ડૉ. દુર્ગા પ્રસાદ રેડ્ડી (કાર્ડિયોથોરેસિક સર્જન, બેંગલોર)ના સુભગ સહયોગ થકી પ્રાયોજિત છે.ટીમ રોટરી ક્લબ ગોધરાનાં Rtn. ડૉ. અપૂર્વ પાઠક , Rtn. ઉદય વેદાંતી , Rtn. અરવિંદ સી.બારીઆ , Rtn. સમીર પરીખ , Rtn. શિલ્પા પરીખ , Rtn. કાલિંદી વેદાંતી એ યજમાની શોભાવી મોંઘેરા મહેમાનોને હોટલ લક્ઝુરામાં રાતવાસો સાથે રાત્રિ ભોજનની સુચારુ વ્યવસ્થા કરી હતી.

  રાત્રીભોજ બાદ Team Rotary Club ગોધરાએ ધનુષ અને હેમંથ સાથે એક શુભેચ્છા મુલાકાત ગોઠવી હતી જેમાં તેઓના અત્યાર સુધીના પ્રવાસ દરમ્યાન તેમને થયેલાં અનુભવો જાણી સામે 75 વર્ષ જુની રોટરી ક્લબ ગોધરા વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતાં.

  ગત ​​રોજ સવારે 6:30 વાગ્યે નાનકડા એક ઔપચારિક કાર્યક્રમ થકી માનવજાત માટેના તેઓના આવા ઉમદા અને પ્રશંસનીય મિશન માટે સુંદર પ્રશસ્તિપત્ર અને આ મિશનની સફળતા માટે હાર પહેરાવી, તિલક કરીને, ચંદ્રક પહેરાવી હ્રદયથી શુભેચ્છાઓ વ્યક્ત કરી ઝાબુઆ (મધ્ય પ્રદેશ) તરફના આગળના પ્રયાણ માટે આશરે 7:00 વાગ્યે ફ્લેગ ઓફ કરતાં સૌ ભાવવિભોર થયા હતાં.
  First published:

  Tags: Gujarati News News, Panchmahal News

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन