Home /News /madhya-gujarat /

Panchmahal: ગોધરામાં તુલસી પૂજન કરવામાં આવ્યું, તુલસી વિષ્ણુપ્રિયા પણ કહેવાય છે જાણો કારણ

Panchmahal: ગોધરામાં તુલસી પૂજન કરવામાં આવ્યું, તુલસી વિષ્ણુપ્રિયા પણ કહેવાય છે જાણો કારણ

તુલસી

તુલસી પૂજન, ૨૦૨૧, ગોધરા

ગોધરા ખાતે આવેલા બાપુજીના આશ્રમમાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગોધરાની ધર્મ પ્રેમી પ્રજા એ તુલસી પૂજન નો લાભ લઇ તુલસીનું મહત્વ તથા યુવાનોમાં સમજાવવામાં આવ્યું.

    Panchmahal news: આજ રોજ 25 ડિસેમ્બર 2021 ના દિવસે ગોધરા ખાતે આવેલા બાપુજીના આશ્રમમાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગોધરાની ધર્મ પ્રેમી પ્રજા એ તુલસી પૂજન નો લાભ લઇ તુલસીનું મહત્વ તથા યુવાનોમાં સમજાવવામાં આવ્યું.

    ગોધરાના કનેલાવ તળાવ પાસે આવેલા આશારામ બાપુના આશ્રમમાં ગોધરાની ધર્મ પ્રેમી પ્રજા દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યું તેમાં ગોધરાના સામાજિક કાર્યકર્તા રાહુલ પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું કે તુલસી ના પૂજન થકી તુલસીનું મહત્વ આવનારી પેઢીને સમજાવી તેમનામાં ચારિત્ર્યનું ઘડતર થાય તેમજ સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી આજરોજ આશ્રમ ખાતે તુલસી કુંડુ વચ્ચે મૂકી તેનું પૂજન કરી તુલસી માતા ની આરતી ઉતારવામાં આવી તેમજ તેમની પ્રદક્ષિણા કરી પૂજન કરવા માં આવ્યું.

    તેમજ રાહુલ પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું કે તુલસીના ગુમ ઉપયોગ મહત્તા ભારતના ઋષિમુનિઓ ની શોધ છે તેમજ તુલસી આપણી માતાની જેમ આપનું સર્વપ્રકારે રક્ષણ અને પોષણ કરે છે તેથી તુલસી વિષ્ણુપ્રિયા પણ કહેવાય છે આ સમજણ સાથે દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ તુલસી પૂજન કરવામાં આવે છે.
    First published:

    Tags: Gujarati News News, Panchmahal News

    આગામી સમાચાર