પંચમહાલ: આજથી દેવ દિવાળીનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આજે પ્રબોધિની એકાદશી એટલે એવું કહેવાય છે કે આજથી શુભ અને સ્વાસ્થ્ય દિવસોનો શુભ આરંભ થવા જઈ રહ્યો છે. શુભ દિવસો ના પ્રારંભમાં સૌપ્રથમ તુલસી નો વિવાહ ઠાકોરજી સાથે સંપન્ન થાય અને સારા દિવસો શરૂ થાય. ત્યારે આજરોજ ગોધરાની ગોવર્ધનનાથજી હવેલી તુલસી વિવાહ ની પરંપરાગત ઉજવણી કરવામાં આવી અને તુલસીનો વિવાહ સંપન્ન કરવામાં આવ્યો. અનેક વૈષ્ણવ ભક્તોએ દર્શન કરી કૃતકૃત્યતા અનુભવી તેમજ દર વર્ષની જેમ તુલસી વિવાહના મનોરથી પોતાની ઈચ્છા અનુસાર નિમિત્ત બનતાં હોય છે તેમ આ વર્ષે અમીબેન ઝાલા એ મનોરથી બની પોતાનું પોતાને સૌભાગ્યશાળી ગણ્યા. તેમજ આજરોજ તુલસી વિવાહનું સંપૂર્ણ આયોજન ખુબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું જેમાં તુલસીજીને પધરાવવા, તેમનો શણગાર, લગ્ન માટે ની ચોરી જેવી તમામ વસ્તુઓ નયન રમ્ય ભાસતી હતી..
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર