Home /News /madhya-gujarat /

Panchmahal: ગોધરામાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ, વાહન ચાલકો-રાહદારીઓ પરેશાન

Panchmahal: ગોધરામાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ, વાહન ચાલકો-રાહદારીઓ પરેશાન

રખડતાં

રખડતાં ઢોર નો ત્રાસ, ગોધરા, પંચમહાલ

પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (godhra) શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો (wondering cattle) ત્રાસ વધી રહ્યો છે. ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોને લીધે ટ્રાફિક જામના (traffic jam) દ્રશ્યો સર્જાતા હોય છે.

    ગોધરા, પંચમહાલ: પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (godhra) શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો (wondering cattle) ત્રાસ વધી રહ્યો છે. ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોને લીધે ટ્રાફિક જામના (traffic jam) દ્રશ્યો સર્જાતા હોય છે ઘણી વખત અચાનક ઢોરો રસ્તા પર આવી જવાથી અકસ્માતો (accident) પણ સર્જાય છે જેથી લોકોમાં હાલાકીનો માહોલ જોવા મળી રહયો છે. ક્યારેક ઢોરો મુખ્ય માર્ગો પર સામ સામે થતા લોકોના જીવ અધર થઇ જાય છે અને ઘણી જગ્યાએ રખડતા ઢોરોના રસ્તામાં માણસો આવી જવાથી તે ઢોરોએ માણસોને ઉછાડી ફેક્યાની ઘટનાઓ પણ બનેલ છે.

    ગોધરાનાં સામાજિક કાર્યકર્તા નિતેશ ગંગારામાણી દ્વારા જણાવવામાં આવ્યું કે ગોધરા નગરના મુખ્ય માર્ગો ઉપર ઘણી વખત રખડતા ઢોરો જોવા મળતાં હોય છે જેને કારણે ટ્રાફિક જામ થવાની તેમજ અકસ્માતની સમસ્યા સર્જાતી હોય છે જેનાં માટે મુખ્ય જવાબદારી તંત્રની છે જેમાં નગરપાલિકા અને અન્ય સત્તાધિશો પણ આવી જાય છે. આવી નાની નાની પાયાની બાબતો પર તંત્ર જે ઓછું ધ્યાન આપી રહ્યું છે તે સહેજ પણ ચલાવી શકાય તેમ નથી તેવું સામાજિક કાર્યકર્તા દ્ધારા જણાવવામાં આવ્યું. આનાં કારણે ઘણીવાર બે પશુ અંદર અંદર લડાય છે ત્યારે આસપાસના રાહદારીઓ અને વાહનચાલકોનો જીવ જોખમમાં મૂકાય છે. જેનાં કારણે ભૂતકાળમાં દાહોદ રોડ પર એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું.

    આ પણ વાંચો: Vadodara Accident: ટ્રકનું ટાયર ફરી વળતા પિતા-પુત્રનું એક સાથે મોત

    લોકોમાં રખડતા ઢોરોને લીધે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા પર રખડતા ઢોરો ફરી રહ્યા છે છતાય તંત્ર તે વિરુધ કોઈ પગલા ભરતું નથી તંત્રને બધી ખબર હોવા છતાય તંત્ર આ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે. ગોધરા શહેરના તમામ મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોએ ઘર કરી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. ગોધરા શહેરના સામાજિક કાર્યકર્તા નીતેશ ગંગારામાણી ભારતીય એ જણાવ્યું હતું કે રખડતા ઢોરો માટે તંત્ર ધ્વારા કોઈ વ્યવસ્થા કરવી જોઈએ.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    આગામી સમાચાર