Home /News /madhya-gujarat /

વાતાવરણમાં અચાનક બદલાવ આવવાના કારણે થતી બીમારીઓ ન થાય તે માટે અને થાય તો શું કરવું, આવો જાણીએ

વાતાવરણમાં અચાનક બદલાવ આવવાના કારણે થતી બીમારીઓ ન થાય તે માટે અને થાય તો શું કરવું, આવો જાણીએ

લંઘન

લંઘન થી ઝડપથી સાજા થાવ, વાર્તાલાપ,ડો. વિમલ જોશી સાથે

આયુર્વેદમાં દર્શાવેલ લંઘન પદ્ધતિ નો ઉપયોગ કરી ખૂબ જ ઝડપથી સાજો થઈ શકે છે. ખરેખર આ લંઘન પદ્ધતિ શું છે તે જાણવા માટે જોઈએ વિડિયો...

    પંચમહાલ: હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અચાનક વાતાવરણમાં આવતાં પલટાને કારણે ઘણા લોકો બીમાર પડવાની સંભાવના વધી જતી હોય છે ત્યારે પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વાદળછાયા વાતાવરણ સાથે વરસાદે ધામા મૂક્યા છે તેમજ પવન અને ઠંડીનું પ્રમાણ વધી જતા વાયરલ ઈન્ફેક્શન શરદી ખાંસી તેમજ તાવ ના કેસ જોવા મળે ત્યારે ડેન્ગ્યુ ચિકનગુનિયા અને મલેરિયા જેવી ગંભીર બીમારીઓ ની સામે અત્યારે જિલ્લો ઝઝૂમી રહ્યો છે તેવા સમયે કોરોના ના કપરા સમયમાં ઘણી વખત સામાન્ય તાવ આવી જતા પ્રજા ગભરાઈ જતી હોય છે તેથી તાવ ન આવે તેમજ જો આવે તો ઝડપથી સાજુ કેવી રીતે થઈ શકાય તે બાબતે ગોધરાના આરોગ્ય ચિકિત્સક ડો. વિમલ જોશી સાથે વાતચીત કરતાં તેમને ખૂબ જ મહત્વની માહિતી આપી જે લોકોને સાજા થવામાં તેમજ રોગોથી બચવા માટે અત્યંત ઉપયોગી નીવડી શકે.

    ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે સૌથી પહેલા તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ guideline નું પાલન કરવામાં આવે તો આ તમામ રોગો સામે રક્ષણ મેળવી શકાય છે તેમજ સાથે સાથે તેમણે વડીલો ને યાદ કરી ને કહ્યું કે વડીલો કહી ગયા હતા કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એમ કહેતા તેમણે જણાવ્યું કે આજુબાજુ સ્વચ્છતા જાળવીએ જેનાથી ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારીઓ થતી અટકશે તેમજ વાઇરલ ઇન્ફેક્શનથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરીએ તેમજ જ્યારે શરીરમાં ઇન્ફેક્શન હોય ત્યારે આહારમાં ખાસ ધ્યાન રાખવું એ બાબતે જણાવતા તેમણે કહ્યું કે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે જે આપણા શરીરમાં છે તે તમામ વસ્તુઓ બ્રહ્માંડમાં પણ છે.

    આ પણ વાંચો: સુરતઃ રાજસ્થાનથી આવેલા ધો.9ના વિદ્યાર્થીને અફિસ સાથે પકડ્યો, કેટલા રૂપિયા મળતા હતા?

    શરીરને સંતુલિત રાખવા માટે બાહ્ય રાખવાની તકેદારીઓ વિશે તો વાત કરી જ પણ સાથે સાથે આંતરિક સ્વસ્થતા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તેમણે જણાવ્યું કે,આહાર માં સુપાચ્ય આહાર નું ચયન કરવું જોઈએ તેમજ જ્યારે કોરોના નો સમય શરૂ થયો ત્યારથી લોકો ઇમ્યુનિટી વધારવા માટે જાણે દોટ જ મૂકી છે ત્યારે અતિશય સપ્લિમેન્ટ્સ લેવાથી પણ ઘણીવાર તે નુકસાનકારક સાબિત થતા હોય છે ત્યારે જો વ્યક્તિ વાયરલ ઇન્ફેક્શન હેઠળ હોય તો તેવા સમયે સપ્લિમેન્ટ્સ લેવા કરતા આયુર્વેદમાં દર્શાવેલ લંઘન પદ્ધતિ નો ઉપયોગ કરી ખૂબ જ ઝડપથી સાજો થઈ શકે છે. ખરેખર આ લંઘન પદ્ધતિ શું છે તે જાણવા માટે જોઈએ વિડિયો...
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन