Home /News /madhya-gujarat /

ગોધરાનાં જાહેર માર્ગો ઉપર એક તરફ નશાબંધી તેમજ વ્યસન મુક્તિનાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ

ગોધરાનાં જાહેર માર્ગો ઉપર એક તરફ નશાબંધી તેમજ વ્યસન મુક્તિનાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ

ગોધરાના દેશીદારૂનો વેપલો

પંચમહાલ જિલ્લામાં આવા હજૂ કેટલા અસામાજિક તત્વો ફૂલીફાલી રહ્યા છે એ તપાસનો વિષય છે કારણકે આ પ્રકારના અસામાજિક તત્વો નાં કારણે જ ઘણા હસતાં ખેલતાં પરીવારો બરબાદ થઈ જાય છે.

    ગોધરાઃ ગોધરાનાં જાહેર માર્ગો ઉપર એક તરફ નશાબંધી તેમજ વ્યસન મુક્તિનાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ રસ્તા ઉપર ખૂલ્લેઆમ દારૂની પોટલીઓ પડેલી જોવા મળી રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં આવા હજૂ કેટલા અસામાજિક તત્વો ફૂલીફાલી રહ્યા છે એ તપાસનો વિષય છે કારણકે આ પ્રકારના અસામાજિક તત્વો નાં કારણે જ ઘણા હસતાં ખેલતાં પરીવારો બરબાદ થઈ જાય છે.

    ત્યારે ગોધરા શહેરના જાહેર માર્ગ કે જ્યાંથી સત્તાધીશોની ગાડીઓ પણ દિવસભર અવર-જવર કરે છે ત્યાં આવેલા બહારપુરા માતાજીના મંદિરની આસપાસ દરરોજ દેશી દારૂની ખાલી પોટલીઓના ઢગલાઓ જોઈને સૌ કોઈ હેરાન પરેશાન છે અને માતાજીના મંદિરે દર્શન માટે આવતા દર્શનાર્થીઓ પણ દેશી દારૂની આ પોટલીઓના ખુલ્લેઆમ ઢગલાઓથી ત્રસ્ત બની ગયા હોવાની લાગણીઓ હવે દિન પ્રતિદિન અસહ્ય બની રહી છે. પરંતુ બહારપુરા માતાજી મંદિર પાસે નશેબાજો આ ખાલી પોટલીઓ જાહેરમાં ફેંકી દેવાના આ દુષણને દૂર કરવામાં આવે એમ સૌ કોઈ ઈચ્છી રહયા છે.!!

    ગોધરા શહેરના અતિમહત્વના કહેવાતા સિવિલ લાઈન્સ રોડના જાહેર માર્ગ ઉપર આવેલા બહારપુરા માતાજી મંદિર પાસે આવેલા દંતાણી વાસમાં ચાલતા એક દારૂના અડ્ડા ઉપરતંગી પોટલીઓ ખરીદનાર નશેબાજો જાહેરમાં આસપાસના સ્થળોએ દેશી દારૂની ખાલી પોટલીઓ ફેંકીને રવાના થવાના આ સતત દ્રશ્યોના પગલે દેશી દારૂની પોટલીઓના ઢગલાઓ માતાજીના મંદિરની આસપાસ થતા રહે છે.આ દુષણના પગલે મંદિરમાં દર્શન માટે દર્શનાર્થીઓ અને રાહદારીઓ પણ ભારે પરેશાન હોવાની લાગણીઓ વ્યક્ત થઈ રહી છે.બીજી તરફ ખુલ્લેઆમ વેચાણ કરી સમાજને સતત દૂષિત કરતા તત્વો થી શું તંત્ર અજાણ છે કે કેમ તે લોકપ્રશ્ન છે.આવનારા સમયમાં આ બધું જોઈ મોટા થતાં બાળકો પર આની શું અસર થશે તે વિચારવા જેવી બાબત છે...
    First published:

    Tags: Alcohol, Godhra news, Gujarati News News, Panchmahal News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन