પંચમહાલઃ બાઇક આડે ઉતર્યો મોર, અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણનાં મોત

News18 Gujarati
Updated: October 20, 2018, 8:58 PM IST
પંચમહાલઃ બાઇક આડે ઉતર્યો મોર, અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણનાં મોત
પંચમહાલના પરોલી ગામ પાસે બાઇક પર જતાં માતા, પુત્ર અને ભાણેજનું અકસ્માતે મોત, બાઇક પર જતા હતા ત્યારે રસ્તામાં આડે એક મોર ઉતર્યો હતો

પંચમહાલના પરોલી ગામ પાસે બાઇક પર જતાં માતા, પુત્ર અને ભાણેજનું અકસ્માતે મોત, બાઇક પર જતા હતા ત્યારે રસ્તામાં આડે એક મોર ઉતર્યો હતો

  • Share this:
હર્ષદ મહેરા, પંચમહાલ

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધુ એક વધારો થયો છે. આ વખતે પંચમહાલના પરોલી પાસે ગંભીર બાઇક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે ઘટનામાં એક મોરનું પણ મોત નીપજ્યું હતું.

પ્રાથમિક વિગત પ્રમાણે પંચમહાલના પરોલી ગામ પાસે બાઇક પર જતાં માતા, પુત્ર અને ભાણેજનું અકસ્માતે મોત નીપજ્યું છે. પ્રાથમિક તારણોમાં કહેવામાં આવી રહ્યું છે. આ ત્રણેય લોકો બાઇક પર જતા હતા ત્યારે રસ્તામાં આડે એક મોર ઉતર્યો હતો, બાઇક ચાલકે રસ્તામાં મોર ઉતરતા બ્રેક મારી હતી, જો કે બાઇક પર કાબુ ગુમાવતા બાઇક ઝાડ સાથે અથડાયું હતું અને ત્રણેયનું મોત નીપજ્યું હતું. તો આ ઘટનામાં એક મોરનું પણ મોત નીપજ્યું છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ 108ને જાણ કરી હતી, જો કે અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે મોતનું પણ મોત થયું હતું. સમગ્ર ઘટનાની રાજગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તમામ મૃતકો હાલોલ તાલુકાના ઇટવાડી ગામના રહેવાસી છે.
First published: October 20, 2018, 8:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading