Home /News /madhya-gujarat /

ગોધરાઃ લાખોની પ્રતિબંધીત ચલણી નોટો સાથે ત્રણ ઝડપાયા, તાંત્રિક વિધિ કરી રૂપિયા બનાવવાનું તુત?

ગોધરાઃ લાખોની પ્રતિબંધીત ચલણી નોટો સાથે ત્રણ ઝડપાયા, તાંત્રિક વિધિ કરી રૂપિયા બનાવવાનું તુત?

પકડાયેલા આરોપીઓની તસવીર

જૂની નોટો લઈ વર્તમાન ચલણી નોટ બદલી આપવામાં આવતી હોવાની વાતો વહેતી કરે છે. આ ઉપરાંત બંધ કરાયેલી ચલણી નોટો થકી તાંત્રિક વિધિ કરી રૂપિયા બનાવવાનું તુત કેટલાક કથિત દલાલો મારફતે ચાલી રહ્યું છે.

  રાજેશ જોષી, ગોધરા: "લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે" આ ઉક્તિ કદાચ એટલા માટે ટાંકવી પડે કે સરકારે જે ચલણી નોટો બંધ કરી દીધી છે. જેની કિંમત હાલ માત્ર નકામા કાગળ જેટલી જ છે તેમ છતાં કેટલાક લોકો હજી પણ આવી નોટોની હેરાફેરી કરી રહ્યા છે. આ નોટોની હેરાફેરીમાં ચોક્કસ લોકો જૂની નોટો લઈ વર્તમાન ચલણી નોટ બદલી આપવામાં આવતી હોવાની વાતો વહેતી કરે છે. આ ઉપરાંત બંધ કરાયેલી ચલણી નોટો થકી તાંત્રિક વિધિ કરી રૂપિયા બનાવવાનું તુત કેટલાક કથિત દલાલો મારફતે ચાલી રહ્યું છે.

  આ કથિત ભેજાબાઝોની માયાજાળમાં આજે કેટલાય લોકો આવી રહ્યા છે અને પોલીસના હાથે ઝડપાઇ પણ રહ્યા છે. આવા જ કથિત લોભીયાઓને ગોધરા બી ડીવીઝન પોલીસે કારમાં સરકાર ધ્વારા બંધ કરાયેલી જૂની ભારતીય ચલણી નોટોના બંડલો લઈ ફરતા ગોધરાના ત્રણ વ્યક્તિઓને ઝડપી લીધા છે. પોલીસે કાર માંથી 500ના દરની 793નોટો 3.91 લાખની નોટો કબ્જે લીધી છે.ઉલ્લેખનીય છેકે પંચમહાલ જિલ્લામાં અગાઉ પણ આ જૂની બંધ કરાયેલી ચલણી 500ના દરની ચલણી નોટો સાથે કેટલાક વ્યક્તિઓ ઝડપાઇ ચુક્યા છે.

  પંચમહાલ જિલ્લાના પોલીસવડા ડો.લીના દ્વારા જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ ડામવા હાલ જિલ્લામાં સખતમાં સખત પેટ્રોલીંગ રાખવા સંલગ્ન પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જે આધારે ગોધરા બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..

  દરમિયાન પીઆઇ એચ.એન.પટેલને ત્રણ વ્યક્તિઓ એક અલ્ટો ગાડીમાં સરકાર ધ્વારા બંધ કરાયેલી જૂની ભારતીય ચલણી નોટોના બંડલો લઈ ફરી રહ્યા છે એવી બાતમી મળી હતી. મળેલી બાતમી આધારે સર્વેલન્સ સ્કોર્ડ ટીમે પેટ્રોલીંગ દરમિયાન બાતમી વાળી અલ્ટો ગાડીની શોધખોળ શરૂ કરી હતી.

  આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળતી બસ સાથે ભટકાયો

  આ પણ વાંચોઃ-કોરોનાનો કાળો કહેર! રાજકોટઃ મહેતા પરિવારનો માળો પીંખાયો, એક પરિવારના 6 સભ્યોને ભરખી ગયો કાળમુખો

  દરમિયાન બાતમી વાળી GJ-19-A-7850 અલ્ટો કાર પોલીસને જોવા મળી હતી.જેથી પોલીસે તેને ઉભી રાખી અંદર તપાસ કરતા ગાડીમાંથી એક કાળા કલરની બેગમાંથી સરકાર ધ્વારા બંધ કરાયેલ જની ભારતીય ચલણી નોટોના બંડલો જોવા મળ્યા હતા.જેની ગણતરી કરતાં 500 રૂ.ના દરની નોટો નંગ-783 3.3,91,500 રૂ.હોવાનું જણાય આવ્યું હતું.  જેથી પોલીસે સાઈઠ હજાર કિંમતની અલ્ટો ગાડી ,15 હજાર કિંમતના ત્રણ મોબાઇલ ફોન કબ્જે લઈ (1) શૈલેષભાઇ અંબાલાલ પટેલ રહે.મકાન નં.14/1 શુકલ સોસાયટી ગાયત્રી મંદિર પાસે અંકલેશ્વર મહાદેવરોડ ગોધરા તથા (2) ઇસરાર નૂર પઠાણ રહે.સલામત સોસાયટી હસન વકીલની લાઇનમાં લીલેસરા રોડ ગોધરા તથા (3) ફિદાલી ફિરોજભાઇ વલીકરીમવાલા રહે.આમલી ફળીયા વ્હોરવાડ ગોધરાની અટકાયત કરી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Rupee, ગુજરાત, ગોધરા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन