Home /News /madhya-gujarat /

આ Electric vehicle ખરીદી કરવા પર મળશે આટલી સરકાર સહાય, ₹14 માં ચાલશે 60 કિમી

આ Electric vehicle ખરીદી કરવા પર મળશે આટલી સરકાર સહાય, ₹14 માં ચાલશે 60 કિમી

ઇવી,

ઇવી, મોપેડ, પંચમહાલ

 સો રૂપિયાની આસપાસ જ્યારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ માં એક કિલોમીટર આપણને 16 પૈસે ફરવાનો આનંદ

    શિવમ પુરોહિત, પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં ઇલેક્ટ્રોનિક વહીકલનું ચલણ ધીરે ધીરે જોવા મળી રહ્યું છે ત્યારે આજરોજ ગોધરાના ગોન્દરાના વિસ્તારમાં આવેલા બેલી ઇલેક્ટ્રિક વ્હીકલ ની મુલાકાત લેતા ઇલેક્ટ્રિક વ્હીકલ માં કેવા ફીચર્સ છે તેનું માઇલેજ કેટલું છે તેમજ તેની ખરીદી પર શું સરકારી સહાય મળી શકે એ વિશે વાતચીત કરવામાં આવી.

    બેલી ઇલેક્ટ્રિક વ્હીકલ ના માલિક જુનેદ બેલી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે ઇલેક્ટ્રિક વ્હીકલ ના ઘણા ફાયદા છે જેવા કે પર્યાવરણ લક્ષી વાયુ પ્રદૂષણ તેમજ ઘોંઘાટ દૂર થાય છે સાથે સાથે ઓછા ખર્ચે અને ઓછા મેન્ટેનન્સ એ વધુ ફરી પણ શકાય છે. ઇલેક્ટ્રિક મોપેડ માં ઘણા બધા ફીચર્સ આવેલા છે જેવા કે મોપેડ માં ચાવી નાખ્યા વગર રિમોટ થી તને શરૂ કરી શકાય તેમજ કારની જેમ બટન દબાવવાથી તેને લોક પણ કરી શકાય.

    આ પણ વાંચો: રાજ્યમાં અન્ન અને પૂરવઠા વિભાગ બનાવશે ‘રાશન’ એપ, જાણો ગ્રાહકોને શું ફાયદો થશે

    તેમજ ૫૫ હજારથી લઈને એક લાખ સુધી ના ઈલેક્ટ્રીક વ્હીકલ સામાન્ય રીતે જોવા મળતા હોય છે તેમાં સેફ્ટી ફીચર્સ પણ આવેલા હોય છે. જેવા કે લોક માર્યા પછી કોઈ પણ તેને તમારી જાણ બહાર ચોરવાનો પ્રયત્ન કરે તો તેમાં એન્ટિ થેફ્ટ સાયરન આવેલું હોય છે તે કાર્યરત થઈ જાય છે અને સાથે સાથે મોટર પણ લોક થઈ જતી હોય છે. તેમજ સામાન્ય રીતે રિવર્સ પીચર ફોર વ્હીલર્સ માં આપણને જોવા મળી રહે છે જ્યારે આ ટુ-વ્હીલર્સ મોબાઈલ માં પણ રિવર્સ ફિચર જોવા મળે છે.

    આ પણ વાંચો: અમદાવાદ : કોરોનાના જાહેર થતા આંકડા બાબતે IMA નારાજ, જાણો શું કરી ટકોર

    સો રૂપિયાની આસપાસ જ્યારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ માં એક કિલોમીટર આપણને 16 પૈસે ફરવાનો આનંદ આપતું હોય છે. તેમજ ધોરણ નવ થી કોલેજમાં અભ્યાસ કરતા છોકરા છોકરીઓ માટે સરકાર ev vehicle ની ખરીદી પર બાર હજાર રૂપિયાની સહાય પણ કરે છે જેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઇતા હોય છે તેવીડિયોમાં જોઈએ....
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Electric vehicle, Panchamahal, પંચમહાલ

    આગામી સમાચાર