સાવધાન! વડોદરામાંથી ઠગ પતિ-પત્ની ઝડપાયા, આવી રીતે લોકોને છેતરતા હતા આ બંટી-બબલી

સાવધાન! વડોદરામાંથી ઠગ પતિ-પત્ની ઝડપાયા, આવી રીતે લોકોને છેતરતા હતા આ બંટી-બબલી
પકડાયેલા દંપતીની તસવીર

ગુજરાતના જુદા જુદા જીલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમા રહેતા જરુરિયાતમંદ લોકોને વિવિધ પ્રકારની લોન મેળવવા માટેની જાહેરાત સમાચારપત્રોમા આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતું હતું.

 • Share this:
  રાજેશ જોશી, ગોધરાઃ પંચમહાલ સાયબર ક્રાઇમ (Panchmahal cyber crime) પોલીસે વડોદરાથી (vadodara) બન્ટી બબલીની (banti babali) ધરપકડ કરી લીધી છે. આ ઠગ દંપતી (fraud couple) ગુજરાતના જુદા જુદા જીલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમા રહેતા જરુરિયાતમંદ લોકોને વિવિધ પ્રકારની લોન મેળવવા માટેની જાહેરાત સમાચારપત્રોમા આપીને લાખો રૂપિયાની છેતરપિંડી (fraud case) કરતું હતું.

  મળતી માહિતી પ્રમાણે સામાન્ય વર્ગ હોય કે તવંગર વર્ગ દરેકને પોતાની આર્થિક જરૂરિયાતો પુરી કરવા માટે પૈસાની જરૂર પડતી હોય છે. જેમા નાણાકીય લોન એક મહત્વનુ પાસુ બની રહે છે. પણ લોન લેતી વખતે અને ડોકયૂમેન્ટ આપતી વખતે કાળજી રાખવી ખુબ જરુરી છે. નહી તો પસ્તાવાનો વારો આવી શકે છે. એવા જ છેતરપિંડી આચરતાં એક વડોદરાના દંપતીને પંચમહાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે.  પ્રાપ્ત વિગતો અનુસાર પર્સનલ લોન આપવાના બહાને આગડીયામાં નાણાં જમા કરાવડાવી છેતરપિંડી કરનાર ઈસમો સામે નોધાયેલા ગુના અને સમાચારપત્રોમાં આપેલા મોબાઇલ નંબરનું સાયબર ક્રાઈમ શાખાએ  ટેકનીકલ એનાલિસીસ  કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વડોદરાના એક દંપતીના મોબાઈલ નંબર વેરીફકેશન કરતાં  તેનો ઉપયોગ વિવિધ પ્રકારનુ લોન આપવાનુ કૌભાડ માટે કરાયો હોવાનું સામે આવ્યું હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, તહેવારોમાં કેવી રહેશે સોના-ચાંદીની ચાલ?

  જે આધારે પોલીસે રક્ષાબેન મિતેશકુમાર શાહ અને મિતેશ કુમાર કનૈયાલાલ રહે ૩૩ મહેશનગર સોસાયટી સોમાતળાવ ,ડભોઈ રોડ વડોદરાથી તેમની અટકાયત કરી બંનેની  પુછપરછ દરમિયાન તેઓ સમાચારપત્રોમા જાહેરાત આપતા હતા. જે લોકો લોન મેળવવા માટે ફોન કરતા તેઓ ચિરાગ સોની,નિશા પટેલ,અનિતા ગૂપ્તા જેવા નામો જણાવીને બેંકના લોન વિભાગમાથી બોલું છુ એમ જણાવીને વિશ્વાસમા લઈને ડોકયૂમેન્ટ મંગાવીને લેપટોપમાં ડાઉનલોડ કરી લેતા હતા.

  આ પણ વાંચોઃ-ઠંડી માટે હજી જોવી પડશે રાહ, અનેક રાજ્યોમાં વરસાદના સંકેત, ગુજરાતની શું છે સ્થિતિ?

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું સાચે પિરિયડમાં છે કે નાટક કરે છે?, ફિઝિકલ રિલેશન બાબતે સમજાવું', નફ્ફટ સસરાનું પુત્રવધૂ સાથે અભદ્ર વર્તન

  પછી તેઓ ભોગ બનનારને લોન એપ્રુવ્ડ થયા બાદ જે બેંકમાથી લોન મંજૂર થયા બાબતે જે બેંક માથી લોન મેળવવા માગતા હોય તે બેંકનો ખોટો સેન્શન લેટર ભોગ બનનારને મોકલી આપતા હતા.પછી બેંકના નામે બલ્ક મેસેજ કરીને લોન મંજૂર થઈ ગયેલી છે.તમારો ચેક નજીકની સ્થળે આવેલી કુરીયર સેન્ટરમા મોકલી આપેલ છે.તેમ કહીને પોતાની પ્રોસેસિંગ ફી આંગડીયામા જમા કરાવતા હતા.  જે નાણા આંગડીયા માથી મિતેશ સોની ચિરાગ સોનીના નામે મંગાવતો હતો.અને રોકડ રકમ લઇ લેતો. જ્યારે ભોગ બનનાર તેમના ચેક બેંકમા જમા કરાવતા બાઉન્સ થતા ત્યારે બેંકમા પ્રોબ્લેમ હશે. કલીયર થતા બેંક તમારા ખાતામા લોન જમા કરાવી દેશે તેવી ખાત્રી આપતા હોવાનું પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી છે.
  Published by:ankit patel
  First published:October 11, 2020, 17:46 pm

  ટૉપ ન્યૂઝ