Home /News /madhya-gujarat /

Panchamahl: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ ગોધરા ખાતે યોજાયો, રાજ્યપાલે કહી મોટી વાત

Panchamahl: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ ગોધરા ખાતે યોજાયો, રાજ્યપાલે કહી મોટી વાત

૩

૩ જો દિક્ષાંત સમારોહ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષથી શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.

    પચમહાલ: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ત્રીજો દીક્ષાંત સમારોહ ગોધરા ખાતે યોજાયો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંકુલમાં રૂ.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સેન્ટર ફોર એક્સલન્સ ભવનનું ઈ - ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
    પંચમહાલ જેવા આદિવાસી વિસ્તારની પોતાની આગવી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારોહમાં ૧૧૨ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાયા.આદિવાસી બાહુલ્ય ધરાવતા પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ૧૧૨ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતાં.

    આ અવસરે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંકુલમાં રૂ.10 કરોડના ખર્ચે નિર્માણ થનાર સેન્ટર ફોર એક્સલન્સ ભવનનું ઈ - ખાતમુહૂર્ત કર્યું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષથી શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આરોગ્ય અને શિક્ષણને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણથી લઈ ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ છે.

    તેમણે ઉમેર્યું કે આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ ૨૦૧૫ માં કરવામાં આવી હતી. જે આજે વટવૃક્ષ બની હજારો આદિવાસી વિધાર્થીઓની કારકિર્દીનું ઘડતર કરી રહી છે.તેમજ આદિવાસી સમાજના ઉત્થાનમાં શ્રી ગોવિંદ ગુરુનું અમૂલ્ય પ્રદાન છે. આદિવાસી સમાજના શિક્ષણ, કૃષિ, મહિલાઓના વિકાસ માટે તેમણે કરેલા પ્રયાસોનો અભ્યાસ થવો જોઇએ. વિધાર્થીઓ તેમના જીવનનો અભ્યાસ કરીને તેમના જીવનમૂલ્યોને અનુસરે તે જરૂરી છે.તેમણે જણાવ્યું કે, ગુજરાતની તમામ યુનિવર્સિટીઓએ નેક એક્રેડીડેશન માટે પ્રયાસ કરવો જોઇએ.શિક્ષણની ગુણવત્તાને કેન્દ્રમાં રાખીને ચાલવા માટે એ જરૂરી છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અધ્યાપકોએ પણ અત્યારથી જ આ માટે પ્રયાસ કરવો જોઈએ.

    આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાથી મોતમાં સહાયના દાવા અને આંકડા વચ્ચે છે જબ્બર તફાવત

    સરકાર સશક્ત રીતે આગળ ધપાવી રહી છે.તેમણે જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારો સુધી પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને વિસ્તારના વંચિતો અને આદિવાસીઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં ભેળવવાના સરકારના પ્રયાસો સફળ થયા છે.તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા રાજ્યના દરેક ખૂણે, સ્થાનિક સ્તરે ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પના ભાગરૂપે શરૂ કરાયેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આજે વટવૃક્ષ બની છે અને તેના ફળ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

    રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોરે કહ્યું કે ગુજરાત સરકારે પંચમહાલમાં આદિવાસી વિસ્તારની પોતાની યુનિવર્સિટી બનાવી અને આદિવાસીઓના ગુરુ અને સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રણેતા એવા ક્રાંતિકારી શ્રી ગોવિંદ ગુરુ નામાભિધાન કરી આદિવાસીઓની શૌર્યતા અને અસ્મિતામાં અભિવૃદ્ધિ કરી છે. આદિવાસી છાત્રોને ઘર આંગણે જ ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. આ છાત્રોને પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. તેનો લાભ અંતરિયાળ વિસ્તારના શિક્ષણ જગતને મળી રહ્યો છે.

    આ પણ વાંચો: અમદાવાદ: રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી પનીર ભૂર્જીની સબ્જીમાંથી નીકળ્યો મરેલો ઉંદર અને પછી...

    પ્રારંભમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે સૌનો આવકાર કરતા જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે વર્ષ ૨૦૧૫ માં પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય સહિત પાંચ જિલ્લાના વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળે તે માટે ગોધરામાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.૧૪૨ એકરમાં રૂ.૧૧૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ યુનિવર્સિટીના ભવનનું કામ પૂર્ણતાના આરે છે.માત્ર ૬૭ હજાર વિદ્યાર્થી, ૯૧ કોલેજ સાથે શરૂ થયેલ યુનિવર્સિટીમાં હાલમાં ૧.૪૦ લાખ વિધાર્થીઓ અને પાંચ જિલ્લાની ૨૧૫ કોલેજો જોડાયેલી છે.

    આ પણ વાંચો:  સાવધાન! ગુજરાતનો દરિયો તોફાની બનશે, કાલથી ત્રણ દિવસ છે માવઠાની આગાહી

    યુનિવર્સિટીમાં હાલમાં ૬૪૦ વિધાર્થીઓ પી.એચ.ડી કરી રહ્યા છે.અત્યાર સુધીમાં ૨૮,૫૩૬ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યા શાખાઓની પદવી એનાયત કરવામાં આવી છે.તેમણે યુનિવર્સિટીએ સ્થાપનાના ખૂબ જ ટૂંકા ગાળામાં હાંસલ કરેલ સિદ્ધિઓની વિસ્તૃત વિગતો આપી હતી. અંતમાં યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડો.અનિલ સોલંકીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે રાજ્ય મંત્રી નિમીષાબેન સુથાર, સાંસદ રંજનબેન ભટ્ટ, રતનસિંહ રાઠોડ, જશવંતભાઈ ભાભોર, ધારાસભ્યો સર્વ સુમનબેન ચૌહાણ, બચુભાઈ ખાબડ, અભેસિંહ તડવી, જીગ્નેશભાઈ સેવક, પૂર્વ રાજ્ય મંત્રી વસુબેન ત્રિવેદી, જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, અગ્રણી અશ્વિનભાઈ પટેલ, યુનિવર્સિટીના વિવિધ વિભાગોના ડીન, ફેકલ્ટી, સિન્ડીકેટ, સભ્યો, પદાધિકારીઓ, કલેકટર સુજલ મયાત્રા,જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ પણ ખીલી ઉઠ્યા હતા તેમજ હજું આગળ શિક્ષણ મેળવી કારકિર્દી માં આગળ વધી માતા-પિતા, અધ્યાપકો તેમજ જિલ્લા નું નામ રોશન કરવાની ખેવના વ્યક્ત કરી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    આગામી સમાચાર