શહેરા, પંચમહાલ: હરિયાણા સપોર્ટ ચેમ્પિયનશીપ માં શહેરા તાલુકાના તરસંગ ગામના પ્રથમ નંબરે વિજેતા થતા વિરેન્દ્ર સિંહ સોલંકી વતનમાં આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. શહેરા તાલુકાના તરસંગ ગામના વતની અમદાવાદ નાં વટવા વિસ્તારમાં રહેતા નિર્મળ નગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા ગરીબ સામાન્ય વર્ગ ના પરિવારનો દીકરો જે વટવા સ્થિત રાજારામ નામની સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરતો અને સામાન્ય પરિવારના આ દીકરાએ ભણતર ની સાથે માત્ર 16 વર્ષની ઉંમરે, આ તેજસ્વી તારલા એ સ્કૂલ દ્વારા હરિયાણા ખાતે યોજાયેલ નેશનલ સ્પોર્ટ ચેમ્પિયનશીપ રાષ્ટ્રીય સ્તરે દોડની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ દોડની સ્પર્ધામાં વિરેન્દ્ર સિંહ સોલંકી પ્રથમ નંબરે વિજેતા બની ગોલ્ડ મેડલ જીતીને સાથે પ્રમાણપત્ર પ્રાપ્ત કરી ગુજરાતની ગરિમા ને ચાર ચાંદ લગાવ્યા હતા. પંચમહાલ જિલ્લા નાં શહેરા તાલુકા નાં તરસંગ ગામ નાં મૂળ વતની વિરેન્દ્રસિંહ સોલંકી નાં માતા-પિતા અમદાવાદ માં પ્રાઇવેટ કામકાજ અને સીલાઇ કામ કરી વિરેન્દ્ર સિંહ ને અને તેની નાની બહેન જે ધોરણ 8 માં ભણે છે જે બંને દીકરા દીકરી ને ભણવાનો ખર્ચ સાથે માતા-પિતા ગુજરાન પણ ચલાવે છે.
વિરેન્દ્ર સિંહ સોલંકી પરિવાર નો એક માત્ર 16 વર્ષ નો દિકરો નાની ઉંમરે ધોરણ 11માં ભણતર ની સાથે રાષ્ટ્રીય સ્તર ની સ્પર્ધા માં પ્રથમ આવી ગોલ્ડ મેડલ સાથે પ્રમાણપત્ર થી સન્માનિત સિદ્ધિ સાથે સફળતા મેળવી વિરેન્દ્રસિંહે માતા-પિતા, સ્કૂલ, પરિવાર, સોલંકી રાજપૂત સમાજ તેમજ ગુજરાત રાજ્ય નું નામ રોશન કર્યું હતું જેને લઇને ગુજરાત ભરમાં થી ચારેતરફથી આશીર્વાદ સાથે શુભેચ્છાઓ મળી રહી છે જ્યારે ગતરોજ પોતાના વતન માં આવતા પરિવારજનો તેમજ શહેરા તાલુકા નાં અને તેમના ગામ નાં સરપંચ સભ્ય સહિત ગ્રામજનો એ ફૂલહારથી તેમનું ભવ્ય સ્વાગત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.