Home /News /madhya-gujarat /

પંચમહાલમાં થતો કેસરીયો ખજાનો, કેસુડાના ફુલમાં રહેલા તત્વો ચામડી સબંધીત રોગોનો કરશે નાશ

પંચમહાલમાં થતો કેસરીયો ખજાનો, કેસુડાના ફુલમાં રહેલા તત્વો ચામડી સબંધીત રોગોનો કરશે નાશ

પંચમહાલ નો કેસરીયો ખજાનો, કેસુડો

ધૂળેટી (dhuleti) રમવા માટે પણ સૌ કોઈ કોરોના કાળ બાદ અમી દ્રષ્ટિ એ રાહ જોઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ રંગો ની ધૂળેટી માં હાલના સમયે લોકો કુદરતી રંગો થી ધૂળેટી રમવા નું વધારે પસંદ કરે છે ત્યારે પંચમહાલ જિલ્લો કેસુડા (kesudo) ના ફૂલ નો ખજાનો માનવામાં આવે છે.

વધુ જુઓ ...
    Shivam Purohit, Panchmahal: આજે હોળી (Holi) નાં દર્શન કરવા ની સૌ કોઈ ની તૈયારી જોવા મળી રહી છે ત્યારે આવતીકાલે ધૂળેટી (dhuleti) રમવા માટે પણ સૌ કોઈ કોરોના કાળ બાદ અમી દ્રષ્ટિ એ રાહ જોઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ રંગો ની ધૂળેટી માં હાલના સમયે લોકો કુદરતી રંગો થી ધૂળેટી રમવા નું વધારે પસંદ કરે છે ત્યારે પંચમહાલ જિલ્લો કેસુડા (kesudo) ના ફૂલ નો ખજાનો માનવામાં આવે છે. ફાગણ માસમાં પંચમહાલ જીલ્લાના અંતરીયાળ વિસ્તારોમાં ઠેરઠેર કેસુડાના ખરેલા ફુલોથી ધરતી છવાયેલી રહે છે. જે ફુલો થોડા દિવસોમાં બગડી જતા હોય છે. જ્યારે કેસુડાના ફુલમાં રહેલા તત્વો ચામડી સબંધીત રોગો તેમજ ત્વચાને સ્વચ્છ રાખવા ઘણા ઉપયોગી છે.

    તેથી જ અનાદીકાળથી કેસુડાના ફુલો અને તેમાંથી બનાવેલા રંગોથી હોળી/ધુળેટી ઉજવવાની પરંપરા રહેલી છે. ત્યારે હોળીના તહેવાર ટાણે બજારમાં તેની સારી માંગ રહે છે. તેના પાનનો ઉપયોગ દશકા પહેલા જમવા માટેના પડીયા પતરાળા બનાવવામાં થતો હતો. કેસુડાનુ મુલ્યવર્ધન કરીને ધણી કંપનીઓ તેમાથી સોંદર્ય પ્રસાધન ઔષધિઓ બનાવતી હોવાથી કેસુડાના ફુલોનું સારૂ બજારૂ ઉપલબ્ધ છે.

    કેસુડો શરીર માટે અનેક રીતે ઉપયોગી છે.


    આ પણ વાંચો: ગાંધીનગરના પાલજમાં હોળીનું અનેરું મહત્વ, ખુલ્લા પગે અંગારા પર ચાલે છે લોકો

    તે હેતુથી આજના હોળીના દિવસે અત્રેના પંચમહાલ જીલ્લામાં આત્મા પ્રોજેક્ટમાં જોડાવેલ ગોધરા તાલુકાના કાશીપુરા ગામના છેલીયાભાઇ આપસીંગભાઇ રાઠવા દ્વારા કેસુડાના ફુલોની વેચાણ વ્યવસ્થા અર્થે કલેક્ટર કચેરી, ગોધરાના પ્રવેશદ્વાર ખાતે આત્મા પ્રોજેક્ટના સહયોગથી સ્ટોલ ગોઠવી વ્યવસ્થા પુરી પાડવામાં આવેલ હતી. સાથેસાથે દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદીત કરેલ ખાટી આમલી તેમજ હળદર પાવડર પણ વેચાણને અર્થે મુકવામાં આવેલ. જેનો સારો એવો પ્રતિસાદ મળેલ છે.

    આ પણ વાંચો: રેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સંઘાણીનો કટાક્ષ,'હાર્દિકની સ્થિતિ સૌ જાણે છે'

    વધુમાં જણાવવાનું કે ચેરમેન -વ- જીલ્લા વિકાસ અધિકારી આત્મા પ્રોજેક્ટ, પંચમહાલના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે કેસુડાના વેચાણ થકી ખેડુતોને વધારાની આવક મળી રહે તે હેતુસર આત્મા પ્રોજેક્ટના સહયોગથી સ્ટોલ ગોઠવી બજાર વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Holi 2022, Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन