પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા નજીક આવેલા પોપટપૂરા ખાતેના સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આજે આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ધનતેરસને લઇને આયુર્વેદના પ્રણેતા ભગવાન શ્રી ધન્વન્તરિનું પૂજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આયુર્વેદ હોસ્પિટલ ખાતે યોગા નિદર્શન, ઔષધિ પ્રદર્શન, ઔષધ ચાર્ટ્સ, ગર્ભિણી પરિચર્યા ચાર્ટ્સ, આહાર ચાર્ટસ, આયુર્વેદ દવા પ્રદર્શન વગેરેનું પ્રદર્શન નિહાળ્યું હતું,
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીએ આયુર્વેદનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમ્યાન આયુર્વેદિક દવાઓ અસરકારક રહી હતી, લોકોએ સામાન્ય જીવનમાં પણ આયુર્વેદનો વધુ ઉપયોગ કરવો જોઈએ, જિલ્લામાં આવેલ એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા અંગે તેઓએ જણાવ્યું હતું કે, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલ અત્રે આવેલી હોવાથી આગામી સમયમાં સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે,
આ પ્રસંગે આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર હસીનાબેન મન્સૂરી, સીડીપીઓ નીલાબેન ભટ્ટ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ સુનીલ બામણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર