Home /News /madhya-gujarat /

બાળકોનું સર્વાંગી ઘડતર જ એક ધ્યેય: આ શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે અનોખી રીતે કરી જન્મદિવસની ઉજવણી

બાળકોનું સર્વાંગી ઘડતર જ એક ધ્યેય: આ શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે અનોખી રીતે કરી જન્મદિવસની ઉજવણી

બાકરોલ, કાલોલ, પંચમહાલ

સામાન્ય રીતે કોઈ પોતાનો જન્મદિવસ (birthday) કેવી રીતે ઉજવે? કોઈ કેક કાપીને તો કોઈ મિત્રો સાથે પાર્ટી (party) કરીને ઉજવે પરંતુ પંચમહાલ જિલ્લાના કાલોલ (kalol) તાલુકાના બાકરોલ પ્રાથમિક શાળા નાં આચાર્ય જેમણે પોતાનું જીવન બાળકો નાં સર્વાગી ઘડતર માટે સમર્પિત કર્યું છે.

વધુ જુઓ ...
    Shivam Purohit, Panchmahal: સામાન્ય રીતે કોઈ પોતાનો જન્મદિવસ (birthday) કેવી રીતે ઉજવે? કોઈ કેક કાપીને તો કોઈ મિત્રો સાથે પાર્ટી (party) કરીને ઉજવે પરંતુ પંચમહાલ જિલ્લાના કાલોલ (kalol) તાલુકાના બાકરોલ પ્રાથમિક શાળાનાં આચાર્ય જેમણે પોતાનું જીવન બાળકો નાં સર્વાગી ઘડતર માટે સમર્પિત કર્યું છે તેમણે અનોખી રીતે પોતાનો જન્મદિવસ શાળા નાં બાળકો સાથે ઉજવ્યો હતો. દર વર્ષે બાકરોલ શાળાના બાળકોને એવોર્ડ થી સન્માનિત કરી આચાર્ય નાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

    પંચમહાલ જિલ્લાની કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં ગતરોજ શાળાના આચાર્ય સતીશભાઈ પ્રજાપતિ નાં જન્મદિવસ નિમિતે ત્રિવેણી કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી. દરવર્ષે જન્મદિવસે ધોરણ 1 થી 8 નાં બાળકોને શાળા રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે ત્યારે ગતરોજ સોનામાં સુગંધ ભળે તેમ ગામ માં શ્રીમદ્દ ભાગવદ કથા પારાયણ ચાલી રહી હોવાથી વિશેષ અતિથિ તરીકે કથા પ્રવક્તા ભાઈ ગોપાલ વ્રજવાસી હાજર રહી બાળકોને તેમના વરદ હસ્તે એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    તેમજ શાળામાંથી વિવિધ સ્પર્ધા જેવીકે કલાકુંભ , ગણિત વિજ્ઞાન પ્રદર્શન, ચિત્ર સ્પર્ધા, વાંચન સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા માં તાલુકા, જિલ્લા કક્ષાએ શાળાનું અને ગામનું ગૌરવ વધારનાર બાળકોને તેમજ તેમના માર્ગદર્શન કરનાર શિક્ષક મિત્રોનું બીટ કે ની ગૌરાંગભાઈ જોષી, અધ્યક્ષ પ્રવીણભાઈ તેમજ એસ. એમ. સી નાં સભ્ય દ્રારા ગોલ્ડ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: સુરત : ગાર્ડનમાં કોલેજ ફ્રેન્ડ યુવતી સાથે બેઠેલા યુવકને ઉપાડી જઈ ઢોર માર માર્યો

    સાથે સાથે ધોરણ 1 થી 8 નાં બાળકો દ્રારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બાળકોએ પોતાની કલાને પ્રદર્શિત કરી સૌ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા અંતે કથા પ્રવક્તા ભાઈ ગોપાલ વ્રજવાસી એ બાળકોને આશિર્વચન પાઠવ્યા હતા. ત્યાર બાદ સૌ બાળકોને સેવઉસળ ની મોજ કરાવી હતી. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન કૃણાલ ભાઈ પંચાલે ખુબ જ સુંદર રીતે કર્યું હતું. ગતરોજ યોજાયેલા આ પ્રસંગે શાળાના તમામ સાથી મિત્રોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરતાં આચાર્ય એ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, Teachers, પંચમહાલ

    આગામી સમાચાર