Home /News /madhya-gujarat /150 વર્ષોથી બિરાજમાન આ શિવમંદિર છે સિદ્ધિ પામવાનું એક જ સરનામું, જાણો શ્રી સિધ્ધનાથ મહાદેવ

150 વર્ષોથી બિરાજમાન આ શિવમંદિર છે સિદ્ધિ પામવાનું એક જ સરનામું, જાણો શ્રી સિધ્ધનાથ મહાદેવ

શ્રી

શ્રી સિધ્ધનાથ મહાદેવ, ગોધરા, પંચમહાલ

સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ના મહત્વ વિશે સતીશ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું કે સિધ્ધનાથ મહાદેવ આશરે દોઢસોથી બસ્સો વર્ષ જૂનું શિવાલય ગોધરા માં આવેલું છે.

    Shivam Purohit, Panchmahal: ગોધરા (godhra) શહેરના અમદાવાદ રોડ પાસે આવેલું શ્રી સિધ્ધનાથ મહાદેવ (siddhnath mahadev) મંદિર અતિશય પૌરાણિક મહત્વ (historical importance) ધરાવતું મહાદેવ નું મંદિર છે. જેની સાથે એક વિશેષ રહસ્યમય કથા પણ સંકળાયેલી છે. આશરે દોઢસો વર્ષ કરતાં પણ વધારે જૂના શિવાલય ભક્તો નું આસ્થા સ્થાન છે. પંચમહાલ જિલ્લામાં અનેક શિવાલયો આવેલા છે પરંતુ લોકવાયકા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે જીવનમાં કોઈ પણ સિદ્ધિ પામવા માટે સિધ્ધનાથ મહાદેવ ના દર્શન જ કાફી છે.

    શ્રી ચોર્યાસી બ્રાહ્મણ પંચ દ્વારા સંચાલિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ના મહત્વ વિશે સતીશ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું કે સિધ્ધનાથ મહાદેવ આશરે દોઢસોથી બસ્સો વર્ષ જૂનું શિવાલય ગોધરા માં આવેલું છે. લોકવાયકા અનુસાર એવું કહેવામાં આવે છે કે આ સ્થળે પહેલાં એક ટાઇલ્સની ફેક્ટરી હતી અને એ ટાઇલ્સની ફેક્ટરી ના માણસો દ્વારા આ સ્થળે ખોદકામ કરતાં આ શિવલિંગ પ્રગટ થયું હતું.

    આ પણ વાંચો: શા માટે મનાવવામાં આવે છે મહાશિવરાત્રિ? આ દિવસે થઈ હતી ત્રણ મોટી ઘટનાઓ

    ત્યારબાદ ખોદકામ દરમિયાન શિવલિંગ ની પ્રાપ્તિ થતા ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું અને દૂર-દૂર સુધી તેની વાતો પ્રસરી જવા પામી હતી ત્યારે કેટલાક સાધુ-સંતોને તેનું માહાત્મ્ય સમજાયું તેથી તે સમયે આ જંગલ વિસ્તારમાં કેટલીક સિદ્ધિઓ મેળવવા માટે સાધના કરવા માટે આ સ્થળની પસંદગી કરી હતી. સાધુ-સંતો દ્વારા સિદ્ધિ મેળવવા માટે મહાદેવની ભક્તિ કરવાને કારણે આ મહાદેવનું નામ સિદ્ધનાથ મહાદેવ પડ્યું એવી લોકવાયકા છે. તેથી લોકો પોતાની મનોકામના અને સિદ્ધિ મેળવવા માટે મહાદેવના દર્શને આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે.

    આ પણ વાંચો: મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કયા પ્રકારનો રૂદ્રાક્ષ પહેરવો જોઈએ?
    " isDesktop="true" id="1184249" >

    તેમજ આવતીકાલે શિવરાત્રી હોવાથી આ શિવાલય ખાતે રાત્રિના 12:00 થી સવારના છ વાગ્યા સુધી મહાદેવની મહાપૂજાનું આયોજન પણ દર વર્ષે થાય છે જેમાં અનેક ભાવિક ભક્તો મહાદેવ ની મહાપૂજા નો લાભ લે છે. તેમજ આ શિવાલય ની બાજુમાં જ બહિરાણી માતા ની ઉભી પ્રતિમા આવેલી છે તેનું શું મહત્વ છે તે આવતા અંકે જોઈશું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ, મહાશિવરાત્રી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन