Home /News /madhya-gujarat /

ગોધરાના બી.એન.ચેમ્બર કોમ્પલેક્ષમાં ધી જનતા કો.ઓ.બેંક દ્વારા મીકલત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી

ગોધરાના બી.એન.ચેમ્બર કોમ્પલેક્ષમાં ધી જનતા કો.ઓ.બેંક દ્વારા મીકલત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી

પ્રોપર્ટી સીલ, ગોધરા

હાલના સમયે કોરોના કાળ પછી ધંધો-રોજગાર પડી ભાંગતા લોનની આવશ્યકતા દરેકને પડતી હોય છે ત્યારે જો લોન ભરી શકવાની ક્ષમતા ન હોય તો...

    ગોધરા: શહેરમાં આવેલી જનતા કો.ઓ બેંક દ્વારા મીલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી પુર્ણ કરવામા આવી છે.પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા આવેલી ધી જનતા કો. ઓ. બેંક દ્વારા મીકલત સીલ કરવાની કાર્યવાહી કરવામા આવી હતી.લોનની રકમ ૬.૫૦ લાખ રૂપિયાની ભરપાઇ ન થતા બેેંક દ્વારા રકમ રીકવર કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

    પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા ધી જનતા કો.ઓપરેટીવ બેંક આવેલી છે. જ્યા જશવંતીબેન ઉપેન્દ્રકુમાર શેઠ દ્વારા વર્ષ 2013માં 6,00,000 રૂપિયાની લોન તેમની મિલ્કત પર ધીરાણ કરી લેવામાં આવી હતી. તેથી બેંકની પ્રોસેસ પ્રમાણે લોનની ભરપાઈ ન કરતા ત્રણ વાર બેંક દ્વારા નોટિસ મોકલવામાં આવી ત્યારબાદ ત્રણ વાર કોર્ટમાંથી નોટીસ મોકલવામાં આવી પરંતુ તે છતાંય બી એન ચેમ્બર ખાતે મિલકત ધરાવતા જશવંતી બેન ભુપેન્દ્ર કુમાર શેઠ દ્વારા લોનની ભરપાઈ ન કરતા તેમજ જવાબી કાર્યવાહી પૂર્ણ ન કરતા અંતે બેંક દ્વારા રિકવરી એજન્સીનો સંપર્ક સાધી આગળની કાર્યવાહી હાથ ધરવા માટે જણાવવામાં આવ્યું.

    આ પણ વાંચો: મહેસાણાઃ માતાના પ્રેમીએ ખેલ્યો ખૂની ખેલ! યુવતીની હથોડી વડે હત્યા કરી સળગાવી, આરોપી ઝડપાયો

    આજરોજ રિકવરી એજન્સી દ્વારા જશવંતીબેન શેઠના 6,51,000 રૂપિયા બાકી પડતી રકમને રિકવર કરવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધી. જનતા કો.ઓ. બેન્ક ના અધિકારીઓ બી.એન. ચેમ્બર કોમ્પલેક્ષ માં આવેલી મિલકત પર વહેલી સવારે પહોચ્યા હતા અને જશવંતીબેન ઉપેન્દ્રકુમાર શેઠના નામની મિલકત સિલ કરી હતી. તેમજ અન્ય લાગતી વળગતી કાયદેસર ની નોટિસ મિલકત ના દરવાજા ઉપર ચોંટાડવામાં આવી હતી. નોધનીય છે કે કોરોના કાળમાં લોકડાઉન પછી અનેક વેપારીઓ નાધંધા રોજગાર ને અસર થઈ છે.

    આ પણ વાંચો: વિદ્યાર્થી નેતાથી લઇને પ્રદેશ પ્રમુખ સુધી, આવી છે જગદીશ ઠાકોરની રાજકીય સફર

    હાલના સમયે કોરોના કાળ પછી ધંધો-રોજગાર પડી ભાંગતા લોનની આવશ્યકતા દરેકને પડતી હોય છે ત્યારે જો લોન ભરી શકવાની ક્ષમતા ન હોય તો ધિરાણ આપવાવાળી બેંક કોઈ ની થતી નથી તેનું ધ્યાન અવશ્ય રાખવું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन