Shivam Purohit, Panchmahal: શહેરા (shahera) નગરમાં આવેલા પાલિખંડા (palikhanda) ગામે આવેલા મરડેશ્વર મહાદેવ (mardeshwar mahadev) નું અનેરું મહત્વ રહેલું છે.પંચમહાલ જીલ્લામાં આવેલા શિવાલયોમાં
શિવરાત્રી પર્વને લઇને ભારે ઉત્સાહ શિવભક્તોમાં જોવા મળ્યો હતો. ત્યારે શહેરા તાલૂકાના પાલીખંડા ગામે આવેલા 5000 વર્ષ જૂના મરડેશ્વર મહાદેવ મંંદીર ખાતે સવારથી જ શિવભક્તોનુ ઘોડાપુર ઉમટ્યુ હતુ અને ભક્તો એ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મઁદિર ખાતે શિવરાત્રી પર્વને લઇને ભક્તોનૂ ઘોડાપુર ઉમટ્યૂ હતુ. વહેલી સવારથી મહાદેવના દર્શન કરવા ભક્તોએ લાઇનો લગાવી હતી. આ શિવલિંગ મરુડ પથ્થર માંથી સ્વયં પ્રગટ થયેલું શિવલીંગ છે શિવલિંગનું સ્વરૂપ રુદ્રાક્ષ જેવું છે. શિવલિંગ ના મુકુટ પર એક ખાડો આવેલો છે જેમાંથી પાણી ની ધારા સતત વહેતી જાય છે. જેમાં ભક્તોએ શિવલિંગ ઉપર દૂધ,જળ,ફુલનો અભિષેક કર્યો હતો.
ઓમ નમઃ શિવાય તેમજ બમબમ ભોલેના નાદથી મંદિર પરીષર ગૂંજી ઉઠયુ હતુ. આ મઁદિર હાલોલ-શામળાજી હાઇવે માર્ગ પર આવેલુ હોવાથી અહીંથી અવરજવર કરતા લોકોએ પણ દર્શનનો લ્હાવો લીધો હતો. અને આ મંદિરનું એક અનેરું મહત્વ રહેલું છે જેમાં આ શિવલિંગ દર શિવરાત્રી ના દિવસે એક ચોખાના દાણા સમાન વધે પણ છે તે એક લોકવાયકા છે અને જ્યારે આ શિવલિંગ મંદિર ના ગર્ભગૃહ ની છત પર અડી જશે ત્યારે દુનિયાનો વિનાશ થઈ જશે ની લોક વાયકા પણ રહેલી છે.
અહીં દર વર્ષે મેળો પણ ભરાતો હોય છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે તેમ આ વર્ષે પણ લોકોએ મર્ડેશ્વર મહાદેવ નાં મંદિરે ભરાયેલા મેળા નો આનઁદ માણ્યો હતો. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત પણ તંત્ર દ્વારા રાખવામાં આવ્યો હતો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર