Home /News /madhya-gujarat /

Halol rape case: ઓળખ પુરાવા તપાસ્યા વગર હોટલનો રૂમ ભાડે આપનાર સંચાલક સામે પોલીસ કાર્યવાહી થશે કે નહીં?

Halol rape case: ઓળખ પુરાવા તપાસ્યા વગર હોટલનો રૂમ ભાડે આપનાર સંચાલક સામે પોલીસ કાર્યવાહી થશે કે નહીં?

હાલોલ દુષ્કર્મ કેસ, પંચમહાલ

આ કિસ્સામાં હાલોલની કિશોરી પર વડોદરા હરણી ખાતે આવેલી શિવકુન્જ હોટલ અને દાવડા પાસે કારમાં બનેલા દુષ્કર્મ નાં આરોપી તરસાલી નો રહેવાસી હાર્દિક પંચાલ તેમજ હાલોલ નો રહેવાસી નિર્મલ પટેલનાં રીમાન્ડ પુરા થતાં પોલીસે વધુ રિમાન્ડ ની માંગ કરી છે.

વધુ જુઓ ...
    Panchmahal news: બહુચર્ચિત હાલોલ રેપ કેસ માં સામેલ યુવાનો નાં વધું ૨ દિવસ નાં રીમાન્ડની માંગ કરવામાં આવી. રેપ આચર્યાની હોટલ માં  (hotel) આધાર પુરાવા વગર હોટલ નાં માલીકે પ્રવેશ આપ્યો હોવાની ચર્ચા બહાર આવતા હોટલ નો માલિક પણ ગુનેગાર બનશે? તેવા લોકાનુમાન સામે આવી રહ્યા છે.

    આ કિસ્સામાં હાલોલની કિશોરી પર વડોદરા હરણી ખાતે આવેલી શિવકુન્જ હોટલ અને દાવડા પાસે કારમાં બનેલા દુષ્કર્મ નાં આરોપી તરસાલી નો રહેવાસી હાર્દિક પંચાલ તેમજ હાલોલ નો રહેવાસી નિર્મલ પટેલનાં રીમાન્ડ પુરા થતાં પોલીસે વધુ રિમાન્ડ ની માંગ કરી છે. તેમજ મહિલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડામોરે રિમાન્ડ દરમિયાન બન્ને નું રીકન્સટ્રક્શન હાથ ધર્યું.

    ઉલ્લેખનીય છે કે હાલોલ ની કિશોરી નું હાલોલ નાં નિર્મલ પટેલ અને વડોદરા નો હાર્દિક પંચાલ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી અપહરણ કરી વડોદરા ની હોટલમાં અને હાલોલ દાવડા ખાતે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં આરોપી હાર્દિક પંચાલ તેમજ નિર્મલ પટેલ દ્વારા વડોદરા ના સમા વિસ્તારમાં વુડી જોન્સ પીઝા સેન્ટર ખાતે કિશોરી ને કેફી પીણું પીવડાવી મોડી રાત્રે કાર માં હરણી પાસે આવેલી શિવકુન્જ હોટલમાં લઈ જઈ ને દુષ્કર્મ આચર્યું હતું ત્યારે હોટલના સંચાલકે આરોપી ઓ કે કિશોરી નાં ઓળખ નાં પૂરાવા વગર તેઓને રૂમ આપી હોવાનું તપાસ કરતા જાણવા મળ્યું છે.

    આ અગાઉ કેટલાક હાઈપ્રોફાઈલ રેપ કેસો માં પુરાવા વગર હોટલ નો રૂમ આપનાર હોટલ સંચાલકો ને પણ પોલીસે આરોપી બનાવ્યા છે ત્યારે હાલોલ ની કિશોરી નાં દુષ્કર્મ ની ઘટનામાં હોટલના સંચાલક દ્વારા રૂમ આપતા પહેલા જો આરોપી ઓ અને કિશોરી નું ઓળખ પ્રમાણ માંગી તપાસ કરી હોત તો કદાચ દુષ્કર્મ થતા અટકી જાત તેથી આ જોતાં તપાસ દરમિયાન હોટલ સંચાલક દ્વારા કોઈ પણ પુરાવા વગર રૂમ આપી દેતાં હોટલ ની ગંભીર બેદરકારી સમક્ષ આવતા હોટલ સંચાલક સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તેવી લોકચર્ચાઓ જોવાઈ રહી છે...
    First published:

    Tags: Crime news, Gujarati News News, Panchmahal News

    આગામી સમાચાર