Home /News /madhya-gujarat /

શહેરાના ધાંધલપુર ખાતે પ્રથમ શિખરબંધ સંગેમરમર મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

શહેરાના ધાંધલપુર ખાતે પ્રથમ શિખરબંધ સંગેમરમર મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

ધાંધલપુર નવનિર્માણ કાર્યો

શહેરાના ધાંધલપુર ગામ માં સૌપ્રથમ વખત શિખર બંધ મંદિર  બનતા પ્રાણ પ્રતિષ્ઠા માં ભક્તો તથા પ્રજામાં હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો

  પંચમહાલઃ શહેરાના ધાંધલપુર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યપ્રધાન નિમીષાબેન સુથારે હાજરી આપી.શહેરાના ધાંધલપુર ખાતે રૂપિયા સવા કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ પ્રથમ શિખરબંધ સંગેમરમર મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના બીજા દિવસના સંત્સંગ કાર્યક્રમમા સ્થાનિક જિલ્લા સહિત દેશવિદેશમાંથી આવેલ હરીભક્તો તેમજ રાજ્યપ્રધાન નિમીષાબેન સુથાર ઊપસ્થિત રહયા હતા.સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજીબાપાની પ્રાણ મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞનો પ્રારંભ વિશ્વ શાંતિ યજ્ઞ સવારે 9:00 વાગે વ્યસનમુક્તિ રેલીથી થઈ ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રીજી મહારાજના આશીર્વાદ નો લાભ મળ્યો.

  શહેરાના ધાંધલપુર ખાતે રૂપિયા સવા કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ પ્રથમ શિખરબંધ સંગેમરમર મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં થઈ હતી. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે નૂતન મંદિરના દ્વાર ખુલ્લા મુક્યા હતા. બીજા દિવસે મંદિર ખાતે વિવિધ મીઠાઈઓનો છપ્પન ભોગ ધરાવાયો હતો.

  સ્વામીનારાયણ ભગવાનની મુર્તિના દર્શન કરવા આસપાસ ના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરીભક્તો ઉમટી પડ્યા હતા. જ્યારે સંત્સંગ કાર્યક્રમમા દેશ વિદેશ માંથી અને સ્થાનિક હરિભક્તો સાથે મોરવા હડફના ધારાસભ્ય અને રાજ્યપ્રધાન નિમીષાબેન સૂથાર , પંચમહાલ જીલ્લા પંચાયતના પ્રમુખ કામીનીબેન સોલંકી તેમજ ભાજપના જિલ્લા ઉપપ્રમુખ જીગ્નેશ ભાઈ પાઠક ઉપસ્થીત રહયા હતા.તથાઆ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, પંચમહાલ ડેરી ના ચેરમેન તથા પીડિસી બેંકના ચેરમેન જેઠાભાઇ ભરવાડે આચાર્ય શ્રી જિતેન્દ્રયપ્રિયદાસજી સ્વામીશ્રીની પાવન ઉપસ્થિત માં " મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ "માં હાજરી આપી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

  શહેરાના ધાંધલપુર ગામ માં સૌપ્રથમ વખત શિખર બંધ મંદિર બનતા પ્રાણ પ્રતિષ્ઠા માં ભક્તો તથા પ્રજામાં હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો. તેમજ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ની મૂર્તિ નું પ્રાણ પ્રતિષ્ઠા નું આયોજન કરવાથી તમામ હર્ષોલ્લાસથી તેમાં જોડાયા અને પ્રભુના આશીર્વચન મેળવ્યા.
  Published by:ankit patel
  First published:

  Tags: Panchmahal, Panchmahal News, Shehra, Swaminarayan temple

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन