Home /News /madhya-gujarat /

Panchmahal: બજારમાં અવનવી વેરાયટીના પતંગ અને દોરા છતાં જોવે તેવી ઘરાગી નહી ખૂલતાં વેપારીઓમાં નિરાશા

Panchmahal: બજારમાં અવનવી વેરાયટીના પતંગ અને દોરા છતાં જોવે તેવી ઘરાગી નહી ખૂલતાં વેપારીઓમાં નિરાશા

પતંગ

પતંગ બજાર, ઉત્તરાયણ ૨૦૨૨, પંચમહાલ

જો બકા કોરોના થી ડરવું નહીં, સોશિયલ ડિસ્ટન્સ રાખવું માસ્ક પહેરવું, દુનિયા કા સબસે બડા મુફ્ત ટીકાકરણ અભિયાન વગેરે જેવી અવનવી ડિઝાઇન 

    ગોધરા, પંચમહાલ:પંચમહાલ જિલ્લામાં બજારમાં અવનવી વેરાયટીના પતંગ અને દોરા છતાં જોવે તેવી ઘરાગી નહી ખૂલતાં વેપારીઓ નિરાશ જોવા મળ્યા હતા. સારી ઘરાકીની ઉત્તરાયણમાં આશા રાખતા વેપારીઓ નજરે પડ્યા હતાં.
    ઉત્તરાયણ પર્વને આજે માત્ર એક દિવસ બાકી છે.પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેર સહિત તાલૂકાઓમાં ઠેરઠેર પતંગોના સ્ટોલો ખુલી ગયા છે.

    પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.પંચમહાલ જીલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે.બજારમાં અવનવી પંતગોનુ વેચાણ થઈ રહ્યુ છે.જેમા જો બકા કોરોના થી ડરવું નહીં, સોશિયલ ડિસ્ટન્સ રાખવું માસ્ક પહેરવું, દુનિયા કા સબસે બડા મુફ્ત ટીકાકરણ અભિયાન વગેરે જેવી અવનવી ડિઝાઇન વાળી પતંગો માર્કેટમાં જોવા મળી હતી.

    આ પણ વાંચો: Rajkot: દીકરીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો, પોલીસ કર્મીની દીકરી આંબશે આકાશને

    આ ઉપરાંત સો રૂપિયા થી માંડીને પાચસો રૂપિયા સુધીના તૈયાર ફીરકા મળી રહ્યા છે.હાલ પતંગ રસિયાઓ મોટા ભાગે દોરો સૂતાવાનુ વધુ પસંદ કરી રહ્યા છે.પતંગના વેપારીઓ દોરો સૂતાવા માટે પણ સ્ટોલો ખોલી દીધા છે.
    સાથે પતંગ,દોરા,ફીરકી સહિતનુ વેચાણ થઈ રહ્યુ છે.પણ ઉત્તરાયણના પર્વને મંદીનુ ગ્રહણ લાગ્યુ છે.બજારમાં ઘરાકી ઓછી જોવા મળતા વર્ષોથી પતંગ-દોરાનો વેપાર કરતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.

    આ પણ વાંચો: દાહોદઃ કમકમાટી ભર્યો Accident, ટ્રકે બાઈક સહિત વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી, બેના મોત

    વેપારીઓનુ કહેવુ છે આ વખતે પતંગ-દોરામાં પણ વીસ ટકાનો ભાવ વધારો થયો છે.વધુમાં આ વર્ષે બજારમાં ગત વર્ષે કરતા ઘરાકી ઓછી જોવા મળતા મંદીનો માહોલ છે.ઉત્તરાયણના ચાર-પાંચ દિવસ પહેલા જેટલી ઘરાકી ગત વર્ષ જોવા મળી હતી તેટલી ઘરાકી આ વર્ષ જોવા મળી નથી.વેપારીઓ ઉત્તરાયણ પહેલા સારી ઘરાકી થાય તેવી આશા રાખી રહ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Makar sankranti 2022, Panchmahal, ઉત્તરાયણ, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन