Home /News /madhya-gujarat /

ગોધરા : મેસરી નદી પરનો પૂલ બન્યો 'મોતનો કૂવો' 30 વર્ષ જૂનું બાંધકામ થયું ખખડધજ

ગોધરા : મેસરી નદી પરનો પૂલ બન્યો 'મોતનો કૂવો' 30 વર્ષ જૂનું બાંધકામ થયું ખખડધજ

ગોધરામાં મેસરી નદી પર બનેલો પૂલ બન્યો મોતનો કૂવો

Panchmahal News : મોટાભાગે એ રસ્તા ઉપરથી માલવાહક ભારે વાહનો પસાર થતા હોય છે તેથી કોઇ મોટી દુર્ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ?

    ગોધરા શહેરમાથી (Godhra Mesari River Bridge Became Dangerous) મેસરી નદી પસાર થાય છે આ નદીમા 1990ના દાયકમા ભયંકર પૂર આવ્યુ હતુ ત્યારે જુના પુલને મોટુ નુકશાન થયુ હતું ત્યારે બીજી વાર પૂર ની સ્થિતિ ઉભી ના થાય તે માટે આર. એન્ડ. બી દ્વારા ઊંચા  પુલનુ બાંધકામ કરવામા આવ્યુ હતુ આ પુલ ના બાંધકામ ને આશરે 30 વર્ષનો સમયગાળો વીતી ગયો છે આ પુલ ઉપર 24 કલાક દરમિયાન નાના મોટા અસંખ્ય વાહનો પસાર થાય છે. આ પુલ ઉપર ઠેરઠેર મસમોટા ગાબડા (Potholes on Mesari River Bridge Godhra)  પડી ગયા છે. સળિયા દેખાઈ રહ્યા છે જ્યારે આ પુલ પરથી વાહન પસાર થાય છે ત્યારે પુલ ધ્રૂજી ઉઠે છે વાહનચાલકો અને રાહદારીઓ ભય મનમાં રાખી ને ડર હેઠળ પુલ પરથી પસાર થઇ રહ્યા છે.

    આ પુલ ગમે ત્યારે ધરાશાયી થશે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. ગોધરા નગરના મુખ્યમાર્ગો (Godhra Roads)  બિસ્માર હાલતમાં તો છે જ તેને લઈને હાલની રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર તો આપવામાં આવ્યા પરંતુ ડેડલાઇન 10 ઓકટોબર સુધીની હતી જે આવતીકાલે પૂર્ણ થઇ જશે પરંતુ ગોધરાના મોટાભાગના રસ્તા હજુ જૈસે થે હાલતમાં જ છે.

    . રાહદારીઓ અને વાહનચાલકો તેની ઉપરથી પસાર થાય ત્યારે પુલ ધ્રુજી ઉઠે છે જેના કારણે ગોધરાની પ્રજામાં ભયનો માહોલ સર્જાયો છે.


    મુખ્ય માર્ગો જે જમીન ઉપર બનાવવામાં આવ્યા છે તેની ઉપર ખાડા ખાબોચિયા પડવાથી ટ્રાફિકનો અને એક્સિડન્ટ નો ભય રહે છે જ્યારે ગોધરાના મેસરી નદી ઉપરના પુલ ઉપરની જે સ્થિતિ છે તે જીવનું જોખમ છે. રાહદારીઓ અને વાહનચાલકો તેની ઉપરથી પસાર થાય ત્યારે પુલ ધ્રુજી ઉઠે છે જેના કારણે ગોધરાની પ્રજામાં ભયનો માહોલ સર્જાયો છે. મોટાભાગે એ રસ્તા ઉપરથી માલવાહક ભારે વાહનો પસાર થતા હોય છે તેથી કોઇ મોટી દુર્ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ?

    હાલ આ પુલ નગરપાલિકા હસ્તક છે ત્યારે કોઈ મોટી ઘટના બને એ પહેલા પાલિકાના સત્તાધીશો તાત્કાલિક ધોરણે પૂલ ની મુલાકાત લઈ મરામતની કામગીરી શરૂ કરે તેવી લોકમાગણી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Bridge, Panchmahal News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन