Home /News /madhya-gujarat /

પંમચહાલ : શિક્ષકો મોબાઇલમાંથી 'ચોરી' કરતા પકડાયા, સજ્જતા સર્વેક્ષણની 'કસોટી'નો ઉલાળિયો!

પંમચહાલ : શિક્ષકો મોબાઇલમાંથી 'ચોરી' કરતા પકડાયા, સજ્જતા સર્વેક્ષણની 'કસોટી'નો ઉલાળિયો!

કાલોલના પરીક્ષા કેન્દ્રો પર શિક્ષકો મોબાઇલમાંથી જોઈને લખતા કેમેરામાં કેદ થયા

Teachers Rediness Test copy case: વિદ્યાર્થીને નૈતિકતાના પાઠ ભણાવનાર શિક્ષક 'ચોરી' કરે તો સરકાર દ્વારા આવી પરીક્ષાઓ લેવાનો અર્થ શું?

  રાજેશ જોશી, પંચમહાલ : આજે રાજ્યમાં શિક્ષકો દિવસભર ચર્ચાના ચગડોળે રહ્યા. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવાયી ( (Gujarat Education board) દ્વારા 'શિક્ષક સજ્જતા સર્વેક્ષણ' અંતર્ગત લેવાયેલી 'કસોટી' (shikshak sajjata sarvekshan kasoti) ના વિરોધ વચ્ચે મોટાભાગના સેન્ટરો પર શિક્ષકોએ (Teachers) પરીક્ષા (Exams) આપી નથી. બીજી બાજુ 'માથે પડેલી' આ પરીક્ષા આપવા જ્યાં શિક્ષકો આવ્યા ત્યાં પણ શરમજનક દૃશ્યો સર્જાયા છે. વાત છે પંચમહાલ (Panchmahal) જિલ્લાના કાલોલની (Kalol). અહીંયા 'સજ્જતા કસોટી' આપવા આવેલા શિક્ષકો 'ચોરી' (Teachers Caught Copying) કરતા પકડાયા છે.

  ઘટનાની વિગતો એવી છે કે પંચમહાલ જિલ્લાના કાલોલમાં શિક્ષકો ચોરી કરતા હોવાના દૃશ્યો સામે આવ્યા છે. શિક્ષકો મોબાઇલમાંથી જોઈને લખી રહ્યા હતા અથવા તો એકબીજામાંથી જોઈને લખી રહ્યા હતા. કાલોલના આ કેન્દ્રનો વીડિયો વાયરલ થયો છે જેમાં શિક્ષકો પોતાના મોબાઇલમાંથી જોઈને લખી રહ્યા હોવાના દૃશ્યો કેદ થયા હતા.

  આ પણ વાંચો : શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીનો ફિયાસ્કો, પરીક્ષા ખંડો રહ્યા ખાલીખમ

  જે શિક્ષકો વિદ્યાર્થીને નૈતિકતાના પાઠ ભણાવતા હોય તે જ મોબાઇલમાં જોઈને પરીક્ષા આપે તો સરકારે પણ પોતાના નિર્ણય પર ફેરવિચાર કરવો રહ્યો. આ પ્રકારે પરીક્ષા યોજવાનો કોઈ અર્થ તે વાત પણ સર્વ સત્ય છે.

  મરજિયાત કસોટીમાં પણ સરકારની બીકે પરીક્ષા આપવા આવેલા શિક્ષકો 'ચોરી' કરવા મજબૂર


  શિક્ષકોની સજજ્તા કસોટી સરકાર માટે માથાનો દુ:ખાવો

  રાજ્યની સરકારી અને કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક સ્કૂલોની શિક્ષકોની સજ્જતા તપાસી સર્વેક્ષણ કરવા માટે કસોટી જાહેર કરવામા આવી છે. જે પહેલા 11મી ઓગસ્ટે થવાની હતી. પરંતુ ત્યારે પણ શિક્ષકોના ઉગ્ર વિરોધને કારણે આ કસોટી મરજીયાત કરવામા આવી હતી. જે બાદ આની તારીખ બદલીને 24મી ઓગસ્ટ કરવામા આવી હતી. પ્રાથમિક શિક્ષક સંઘે તેમજ શૈક્ષિક સંઘે સહિતના તમામ મંડળોએ આ કસોટીને વિરોધ કર્યો હતો. આ ઉપરાંત શિક્ષક સંઘની સરકાર સાથે આ મુદ્દે વાટાઘાટો પણ થઇ હતી. જેથી પ્રાથમિક શિક્ષક સંઘે પરીક્ષા આપવા તૈયારી બતાવી હતી.  'આ માત્ર સર્વેક્ષણ છે, પાસ-નાપાસ નથી.'

  આ મામલે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સી યોજીને જણાવ્યું હતું કે, શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ દ્વારા શિક્ષણ વિભાગ સાથે બેઠક કરી હતી, હવે માગણીને ધ્યાનમાં રાખીને પરીક્ષાને મરજિયાત રાખવામાં આવી છે. આ માત્ર સર્વેક્ષણ છે, પાસ-નાપાસ નથી. અમે આને પરીક્ષા કે કસોટીનો ઉલ્લેખ નથી કર્યો. શિક્ષકોની કારકિર્દી પર આ મૂલ્યાંકનની કોઈ અસર રહેશે નહીં. શિક્ષણનો પાયો મજબૂત કરવો જરૂરી છે. કોઇ વાત મરજિયાત છે તેનો બહિષ્કાર કેમ? તમામ શિક્ષકોનાં હિતમાં આ સર્વેક્ષણ છે. કસોટીનો વિરોધ નિરર્થક છે.'

  મોટાભાગના શિક્ષકોએ મોબાઇલમાંથી જોઈને પરીક્ષા આપી હોય તેવો ઘાટ


  ચુડાસમાએ ઉમેર્યુ કે '1.18 લાખ શિક્ષકે પરીક્ષા માટે સહમતિ દર્શાવી છે. શિક્ષકોની ગુણવત્તાની ચકાસણી માટે તેમને શાળાઓના કલસ્ટર જૂથમાં (સીઆરસી) બપોરે 12.30થી 2 કલાક સુધી તાલીમ આપવામાં આવશે. જે બાદ બપોરે 2થી 4 કસોટી લેવામાં આવશે. આ કોઇ કસોટી કે પરીક્ષા નથી માત્ર સર્વેક્ષણ છે. આ સર્વેક્ષણની નોંધ કે તેનો ઉલ્લેખ શિક્ષક સમુદાયની સર્વિસબૂક કે કેરિયરમાં કરવામાં આવશે નહિ.'

  આ પણ વાંચો :શિક્ષકોની સજ્જતા કસોટી હવે રાજ્ય સરકાર માટે બની 'કસોટી', સરળ ભાષામાં સમજો શું છે વિવાદ

  પરીક્ષા ખંડો ખાલીખમ

  આજે બે વાગે આ કસોટી શરૂ થવાની હતી પરંતુ રાજ્યમાં મોટાભાગનાં શિક્ષકો બે વાગ્યે પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા જ નથી. તમામ સેન્ટરો ખાલીખમ છે. ત્યારે પરીક્ષાની પ્રક્રિયા ચાલુ રાખવા તમામ વર્ગમાં બેઠક વ્યવસ્થા પર જ જવાબ માટેની OMR શિટની વહેંચણી પણ કરાઈ હતી.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Exams, Panchmahal, Panchmahal News, Teachers, Test, શિક્ષણ

  આગામી સમાચાર