Home /News /madhya-gujarat /પંચમહાલઃ સફાઈ કર્મચારીઓની નગરપાલિકા સમક્ષ હડતાળ

પંચમહાલઃ સફાઈ કર્મચારીઓની નગરપાલિકા સમક્ષ હડતાળ

નગરપાલિકા,

નગરપાલિકા, ગોધરા

છેલ્લા 2016 થી સફાઈ કામદારો ના પી.એફ ના નાણાં 700 રૂપિયા લેખે કાપે છે તે છતાં પણ પી.એફ ના નાણાં આપવા માટે આંખ આડા કાન કરી રહ્યા છે 

    ગોધરા, પંચમહાલ: ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા 300 ઉપરાંત સફાઈ કામદારો ને છેલ્લા સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધી એમ ચાર મહિનાથી પગારથી વંચિત રાખવામાં આવતા સફાઈ કામદારો ની પરિસ્થિતિ કફોડી બની છે.આજ રોજ 300 ઉપરાંત સફાઈ કામદારો પોતાની માગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા.

    ત્યારે સફાઈ કામદારો ના પ્રશ્નોને વાચા આપી સામાજિક કાર્યકર કમલેશભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે છેલ્લા 2016 થી સફાઈ કામદારો ના પી.એફ ના નાણાં 700 રૂપિયા લેખે કાપે છે તે છતાં પણ પી.એફ ના નાણાં આપવા માટે આંખ આડા કાન કરી રહ્યા છે જ્યારે અમે ઓફીસમાં પી.એફ બાબતે પૂછવા જઈ છે ત્યારે અધિકારીઓ કઈ જવાબ આપતા નથી પી.એફ ના નાણાં દબાવી ઉચાપત કરેલ છે આ ઉપરાંત નગરપાલિકા માં ફરજ બજાવતા રોજમદાર સફાઇ કામદાર ની ભરતી કરવામાં આવતી નથી.

    ત્યારે સામાજિક કાર્યકર સંજયભાઈ ટેહલ્યાણી એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા ના સત્તાધીશો દ્વારા પી.એફ ના નાણાં 2016 થી આજદિન સુધી સફાઈ કામદારો પાસે થી કાપી તેમણે પરત આપવામાં આવ્યા નથી અને મોટા પાયે પી.એફ ના નાણાં દબાવી ઉચાપત કર્યા નો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત પાંચ વર્ષ સુધી ફિક્સ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવી પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે તે સફાઈ કામદારોને સરકારી ધારાધોરણ મુજબ ફૂલ પગાર ચૂકવવામાં આવ્યા નથી. અને સફાઈ કામદારો નું શોષણ કરવામાં આવી રહ્યું છે.

    આ ઉપરાંત અખિલ ભારતીય મજદૂર સંઘ ના વરિષ્ઠ મહાસચિવ કિરણ ભાઈ સોલંકી દ્વારા જે તે સમયે ગાંધીનગર નિયામક માથી 106 સફાઈ કામદારો ની ભરતી માટે મંજૂરી લાવવામાં આવી હતી જેમાંથી 70 સફાઈ કામદારો ને ફિક્સ પગાર ઉપર કાયમી ધોરણે લેવામાં આવ્યા હતા જ્યારે 36 જેટલા સફાઈ કામદારો ને ચાર ધોરણ પાસ ના નિયમ પ્રમાણે બાદબાકી કરવામાં આવી ત્યારે ફરી એકવાર અખિલ ભારતીય મજદૂર સંઘ ના વરિષ્ઠ મહાસચિવ કિરણ ભાઈ સોલંકી ગાંધીનગર ખાતે જઈ નિયામક રજૂઆત કરી હતી કે સફાઈ કામદારો ને ચાર ધોરણ પાસ ના નિયમ માથી મુક્તિ આપો. ત્યારે ગાંધીનગર નિયામક આ બાબત ને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો કે લખી વાચી શકે તેવા સફાઈ કામદારો ને ભરતી કરી શકાશે. આમ હાલ પણ 36 જેટલા સફાઈ કામદારો ની ઉંમર થવા આવી તે છતાં પણ તેઓને કાયમી કરવા આવતા નથી. જેથી આજ રોજ 300 ઉપરાંત સફાઈ કામદારો પોતાની માગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati News News, Panchmahal Crime

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन