Panchmahal news: શિક્ષક કહેતા.. "આ નહીં ભણે".... સુરભીએ તનતોડ મહેનત કરી LLB માં ગોલ્ડ મેળવ્યો
Panchmahal news: શિક્ષક કહેતા.. "આ નહીં ભણે".... સુરભીએ તનતોડ મહેનત કરી LLB માં ગોલ્ડ મેળવ્યો
ફાઈલ તસવીર
Panchmahal news: સુરભિને એલએલબી વિષયમાં આખી યુનિવર્સિટી ગુજરાત માંથી 200 કરતાં વધારે વિદ્યાર્થીઓ માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. બાળપણમાં ટ્યુશન ટીચર એ કહેલી વાતને ધ્યાને લઇ તેમજ પોતાના માતા-પિતા નું સપનું પૂરું કરવા માટે સુરભીએ કરેલી અથાગ મહેનત રંગ લાવી છે.
Panchmahal news: ગોધરાની સામાન્ય પરિવારમાંથી આવતી સુરભી પદવાણી ને 19 જાન્યુઆરી ના રોજ યોજાયેલા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (shree govind Guru University) ના ત્રીજા દીક્ષાંત સમારોહમાં યુપી ના રાજ્યપાલ આનંદીબેન પટેલ(Anandiben Patel) ના હસ્તે ગોલ્ડ મેડલ (Gold Medal) એનાયત કરવામાં આવ્યો હતો. સુરભિને એલએલબી વિષયમાં આખી યુનિવર્સિટી ગુજરાત માંથી 200 કરતાં વધારે વિદ્યાર્થીઓ માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. બાળપણમાં ટ્યુશન ટીચર એ કહેલી વાતને ધ્યાને લઇ તેમજ પોતાના માતા-પિતા નું સપનું પૂરું કરવા માટે સુરભીએ કરેલી અથાગ મહેનત રંગ લાવી છે. તેમજ તેનું માનવું છે કે હજુ આ પહેલું પગથિયું છે મંઝીલ હજુ દૂર છે.
સુરભી ના પિતા અશોક પદવાણી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એક પ્રોવીઝન સ્ટોર ચલાવી રહ્યા છે. તેમને પોતાની દીકરીને ગોલ્ડ મેડલ મળવાથી ખૂબ જ ગૌરવની લાગણી અનુભવાઇ રહી છે. તેમની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે સુરભી જ્યારે નાની હતી ત્યારે આઠમા ધોરણની વાત છે શાળાઓમાં પૂરતું શિક્ષણ ન મળવાને કારણે ટ્યુશન બંધાવવામાં આવ્યું ત્યારે ટ્યુશનના શિક્ષક દ્વારા સુરભિને ગણિતનો દાખલો નવા શીખવાડતા મેં તેમના ટ્યુશનના શિક્ષકને મળીને કહ્યું કે તમે શા માટે તેને નથી શીખવાડી રહ્યા ત્યારે ટ્યુશનના શિક્ષકે બીજા બાળકોની વચ્ચે કહ્યું કે "આ નહીં ભણે.. તેની ઉંમર થતાં જ તેના મા-બાપ તને પરણાવી દેશે..."
આ વાતને સુરભીએ યાદ રાખીને ભણવાની શરૂઆત કરી દીધી અને ધોરણ 12 માં બોર્ડ માં પ્રથમ દસ ક્રમાંકમાં સ્થાન મેળવ્યું ત્યારબાદ ગ્રેજ્યુએશન બીકોમ સાથે કર્યું જેમાં પણ ફર્સ્ટ ક્લાસ first મેળવીને ત્યારબાદ એલએલબી માં પણ આખી યુનિવર્સિટી માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને સમાજની ધારણાઓ તેમજ એક દિકરી પ્રત્યેના લોકોના વિચારો ને એણે ખોટા સાબિત કર્યા છે.
સુરભીએ જણાવ્યું કે તે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત લો કોલેજમાં અભ્યાસ કરી રહી હતી જેમાં તેણે એલએલબીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને આગળનો અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. અહીંયા તે રોકાવાની નથી આ હજુ પહેલું પગથિયું છે હજુ તેણે વકીલ બનીને જજ બનવાનું સપનું પૂરું કરવાનું છે. સુરભીએ ખરા અર્થમાં પોતાની જાતને સાબિત કરીને તેના મા-બાપ અને પંચમહાલ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર