Home /News /madhya-gujarat /

મંત્રી નિમિષા સુથારના આદિવાસી હોવાના પુરાવા ખોટા હોવાનો દાવો, સમાજે રેલી યોજી આવેદન આપ્યું

મંત્રી નિમિષા સુથારના આદિવાસી હોવાના પુરાવા ખોટા હોવાનો દાવો, સમાજે રેલી યોજી આવેદન આપ્યું

મંત્રી

મંત્રી નિમિષાબેન સુથાર ના ફર્જી આદિવાસી હોવાની રજૂઆત...

મોટા કાફલા સાથે આદિવાસી સમુદાયના આગેવાનો નારા લગાવતા કલેકટર ની રજૂઆત કરવા પહોંચ્યા પરંતુ કલેકટર ન મળતા આખરે...

  પંચમહાલ: આદિવાસરી સમાજના અગ્રણીઓ દ્વારા આજે ગોધરા કલેકટર કચેરી ખાતે આગેવાનો એકઠા થઈ હાલ મંત્રી નિમિષાબેન સુથારના જાતિ અંગેના પુરાવા ખોટા છે તેવી જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા. જિલ્લાના આદિવાસી સંગઠન આગેવાન પ્રવીણ પારગીની આગેવાનીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા તેમજ કલેકટર કચેરી કમ્પાઉન્ડમાંથી જિલ્લા સેવાસદન સુધી આદિવાસીઓને ન્યાય આપો તેવા સુત્રોચાર સાથે હોબાળો કરવામાં આવ્યો હતો.

  નિમિષાબેન સુથારને રાજીનામું અપાવો 'ના નારા સાથે આંદોલનમય વાતાવરણ સાથે પહોંચ્યા. કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.  પરંતુ જિલ્લા કલેકટરને મળવાની રજૂઆત કરતાં કલેકટર અન્ય કાર્યમાં વ્યસ્ત હોવાથી મળી શક્યા નહીં. જેના કારણે આદિવાસીઓની આવી જ હાલત છે એવો ઉદગાર આગેવાન પ્રવીણ પારગીના મુખેથી સરી પડ્યો. અંતે જિલ્લા એડિશનલ કલેક્ટર સમક્ષ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી.

  આ પણ વાંચો: ગુજરાતમાં PMJAY-MA કાર્ડ મેગાડ્રાઇવ: જાણો 'ગ્રીન કોરિડોર'થી દર્દીઓ માટે કેવી હશે વ્યવસ્થા

  રજૂઆતમાં તેમને જણાવ્યું કે, રાજ્યકક્ષાના મંત્રી નિમિષાબેન સુથારના આદિવાસી હોવાના પુરાવા ફર્જી છે, જે અંગેની અરજી આપવામાં આવી તેમજ તેની સાથે પુરાવા પણ જોડવામાં આવ્યા. તેમજ જિલ્લા એડિશનલ કલેક્ટરને જણાવવામાં આવ્યું કે, તેઓ રાજ્યપાલ સુધી આ રજૂઆત પહોંચાડે અને આદિવાસીઓને ન્યાય અપાવે તેવી વિનંતી કરવામાં આવી હતી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: આદિવાસી, કલેક્ટર, પંચમહાલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन