Home /News /madhya-gujarat /

Panchmahal news : ‘નેતાજી’ ને 125મી જન્મ જયંતીએ શત શત નમન, જુઓ તેમની દુર્લભ તસવીરો

Panchmahal news : ‘નેતાજી’ ને 125મી જન્મ જયંતીએ શત શત નમન, જુઓ તેમની દુર્લભ તસવીરો

સુભાષચંદ્ર

સુભાષચંદ્ર બોઝ,૧૨૫ મી જન્મ જયંતી, પંચમહાલ

Subhas Chandra Bose Jayanti 2022 - તેમનો દ્રઢ નિશ્ચય હતો કે અંગ્રેજોની સામે લડીને જો આઝાદી લેવી હશે તો એ અહીંસા થી નહીં પરંતુ હિંસાનો જવાબ હિંસાથી જ આપીને થશે

    પંચમહાલ : આવતીકાલે 23 જાન્યુઆરી 2022 એટલે ભારતના વીર સપૂત એવા સુભાષચંદ્ર બોઝ (Subhas Chandra Bose Jayanti 2022) ઉર્ફે \"નેતાજી\" (Netaji) ની 125મી જન્મ જયંતી (125th birth anniversary) છે. ભારતના સિંહ ગણાતા સુભાષચંદ્ર બોઝ ખુબ જ પ્રખર રાજનીતિજ્ઞ, ક્રાંતિવીર, યુદ્ધનીતી પૂર્ણ તેમજ સંગઠન ક્ષમતા ધરાવતા દેશના લાડલા સપૂત હતા. સુભાષચંદ્ર બોઝે ભારત દેશની આઝાદી માટે અત્યંત સાહસપૂર્વક લડત આપી હતી. માતા પ્રભાતી બોઝ અને પિતા જાનકીનાથ બોઝના ઘરે જન્મેલા નેતાજી સ્વામી વિવેકાનંદને તેમના આધ્યાત્મિક ગુરુ માનતા હતા. તેમણે બ્રિટિશરોનો સામનો કરવા માટે આઝાદ હિંદ ફોજ(Azad Hind fauj), એક લશ્કરી રેજિમેન્ટની રચના કરી હતી. તેજ બોઝે રાણી ઝાંસી રેજિમેન્ટ નામની મહિલા બટાલિયનની પણ રચના કરી હતી. આવા દેશના વીર સપૂત ની 125 મી જન્મ જયંતી આવતીકાલે છે.

    આ શુભ અવસરે હિન્દુ રક્ષા મંચના પ્રદેશ અધ્યક્ષ આષિત ભટ્ટ દ્વારા પંચમહાલ જિલ્લાના યુવાનોને ખૂબ જ સુંદર સંદેશો આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે 23મી જાન્યુઆરી 1897ના રોજ સુભાષચંદ્ર બોઝ ઉર્ફે નેતાજીનો જન્મ થયો હતો. ભારતને આઝાદ કરાવવા માં અનેક મહાપુરુષોએ પોતાનું યોગદાન આપ્યું તેમના મુખ્ય યોગદાન જોવા જઈએ તો તેમાનું એક નામ એટલે સુભાષચંદ્ર બોઝ. જેમને આપણે ક્યારેય પણ ભૂલી ન શકીએ.

    સુભાષચંદ્ર બોઝ એ આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્ર અધ્યક્ષ હતા. રાષ્ટ્રના પ્રથમ અધ્યક્ષ તરીકે આંતરરાષ્ટ્રીય એક નહીં પરંતુ 11 દેશોની તેમને માન્યતા પ્રાપ્ત થઈ હતી. તેમજ યુવાનોમાં જુસ્સો જગાડવા માટે સુભાષચંદ્ર બોઝે સૂત્ર આપ્યું હતું - તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા.

    આ પણ વાંચો - Panchmahal news: અન્નપૂર્ણા ટ્રસ્ટની વાણી", રોજ 700 જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ભોજન અપાય છે

    તેમનો દ્રઢ નિશ્ચય હતો કે અંગ્રેજોની સામે લડીને જો આઝાદી લેવી હશે તો એ અહીંસાથી નહીં પરંતુ હિંસાનો જવાબ હિંસાથી જ આપીને થશે. આ રીતે તેમણે અંદામાન નિકોબાર ટાપુ પણ અંગ્રેજો પાસેથી કબજે કર્યા હતા. તેમજ પશ્ચિમ બંગાળના પણ અનેક જિલ્લા ઉપર તેમણે ફતેહ મેળવી હતી. તેમણે બીજું એક સુત્ર પણ આપ્યું હતું અને તે છે જય હિંદ.

    આવા વીર સપૂત એવા નેતાની આવતીકાલે જ્યારે જન્મ જયંતિ છે ત્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ પર સુભાષચંદ્ર બોઝની યોગ્ય તેમનું સન્માન જળવાય તેવી વિરાટ ગ્રેનાઇટની પ્રતિમા સ્થાપિત કરીને આ વિસરાયેલા હીરોને, આ ભૂલાયેલા ક્રાંતિકારીને ફરી લોકોના હૃદયમાં વસાવવા માટે પ્રશંસનીય પ્રયત્ન કરી રહ્યા છે. તેમજ તેમણે ઉમેર્યું કે આવો આપણે પણ સાથે મળીને તેમની 125મી જન્મ જયંતીએ તેમના કહેલા રસ્તે ચાલવાનો પ્રયત્ન કરીએ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: નેતાજી, સુભાષચંદ્ર બોઝ

    આગામી સમાચાર