Home /News /madhya-gujarat /Panchmahal: સ્કૂલમાંથી 55 ઈંચના એલઈડીની ચોરી કરનાર આરોપી 1 વર્ષ બાદ આવ્યો પોલીસ પકડમાં

Panchmahal: સ્કૂલમાંથી 55 ઈંચના એલઈડીની ચોરી કરનાર આરોપી 1 વર્ષ બાદ આવ્યો પોલીસ પકડમાં

ગોધરા તાલુકા પોલીસ, પંચમહાલ

બાતમીદારોથી પી આઈ એમ કે ખાંટને ચોક્કસ બાતમી મળી હતી કે ગયાં વર્ષે ચોરી થયેલ ૫૫ ઈંચનું એલ ઈ ડી, જે ગોધરા તાલુકાના વાવડી ખૂર્દ નવી 

    ગોધરા, પંચમહાલ: વાવડી ખૂર્દ નવી વસાહતનાં ઇસમને ૫૫ ઈંચનાં એલઈડી ટીવીની ચોરીનાં ગુનામાં પકડી ગોધરા તાલુકા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પકડી પાડ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ એસ ભરાડા તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે તથા ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચનાઓ આપેલ છે જે સુચનાનાં આધારે નાયબ પોલીસ અધિક્ષક સી સી ખટાણા, ગોધરા વિભાગ, દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન મુજબ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટ દ્વારા ૫૫ ઈંચની એલઈડીની ચોરી જે એક વર્ષ પહેલાં ઘટીત થઈ હતી. તેની તપાસ અર્થે બાતમીદારો ગોઠવવામાં આવ્યા હતા.

    તેથી બાતમીદારોથી પી આઈ એમ કે ખાંટ ને ચોક્કસ બાતમી મળી હતી કે ગયાં વર્ષે ચોરી થયેલ ૫૫ ઈંચ નું એલ ઈ ડી, જે ગોધરા તાલુકાના વાવડી ખૂર્દ નવી વસાહત પ્રાથમિક શાળામાં થી ચોરાઈ ગયું હતું અને તે બાબતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન માં ૩૮/૨૨૧ ઈપીકો કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજિસ્ટર થયેલો છે, જેનાં વિરુદ્ધ ગુનો નોંધાયો છે તે ચોરી કરનાર ઈસમ તથા ચોરી થયેલ ટીવી બંને વાવડી ખૂર્દ ગામમાં જ છે.

    આ પણ વાંચો: લગ્નમાં 150 લોકોની મર્યાદા થતા વર-કન્યા પક્ષે અપનાવી આ ટ્રિક : જાણવા જેવો છે આઈડિયા

    આ બાતમીનાં આધારે સર્વેલન્સ ટીમ નાં માણસો એ ભારતભાઈ માવજીભાઈ વાગડીયા જે વાવડી નવી વસાહત રેલવે સ્ટેશન ફળિયું, ગોધરા તાલુકાના રહેવાસી છે જેમની વિરુદ્ધ ઉપર ની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ઇસમ ને ચોરાયેલુ SAMSUNG કંપની નું ૫૫ ઈંચ નું એલ ઈ ડી જેની કિંમત રૂપિયા ૫૬,૨૩૮/- થાય છે તે રીકવર કરી તે ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन