ગોધરા: શહેરમાં આવેલ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ખાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રમત ગમત મંત્રી હર્ષ સંઘવી દ્વારા રૂપિયા ૧૦ કરોડની ફાળવણી કરવામાં આવી.રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, ગુજરાતમાં રમતગમતની પ્રવૃત્તિઓને વધુ વેગ મળે તે માટે અર્બન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કિમ (USIS) હેઠળ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરામાં ખાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા ૧૦ કરોડ ફાળવણી કરવામા આવી છે.
"ખેલો ગે કૂદોગે બનોગે નવાબ" હાલના સમયમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર દેશમાં રમત-ગમતને વધુ ને વધુ પ્રોત્સાહન આપી રહી છે ત્યારે રમત ને એક અવિભાજ્ય અંગ ગણતા મહત્તમ વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે અને પોતાનું અને પોતાના દેશનું નામ રોશન કરે એવા હેતુથી દેશભરમાં ખેલાડીઓ માટે અનેક પ્રોત્સાહક પગલા લેવામાં આવ્યા છે તેમજ રમતગમત ક્ષેત્રે કૌશલ્ય ધરાવતા ખેલાડીઓને વધુ સારી રીતે રમી શકે અને મહેનત કરી શકે એ માટે સ્પોર્ટ્સ સંકુલો નું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. તેમજ તેમાંથી તાલુકા જિલ્લા અને રાજ્ય સ્તરની ચેમ્પિયનશીપનું આયોજન કરીને વધુ પ્રતિભાશાળી ખેલાડીઓને નેશનલ રમવાનો મોકો પણ મળતો હોય છે. હાલના સમયે ગુજરાતમાં અને એમાં પણ પંચમહાલ જિલ્લામાં એથ્લેટીક્સ, આર્ચરી, કબડ્ડી, ખો-ખો, ફૂટબોલ, ક્રિકેટ તેમજ બીજી અન્ય રમતોમાં પણ ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે.
ત્યારે આજે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અધિકારીઓ સાથે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરામાં ખાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ માટે બેઠક યોજાઈ હતી જેમા આ નિર્ણય કરાયો છે. તેમણે ઉમેર્યુ કે,શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી માટે અર્બન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કિમ હેઠળ રૂપિયા ૧૦ કરોડ ફાળવણી કરાઈ છે જેમા થી ૪૦૦ મી. સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, મલ્ટિપર્પઝ ઇન્ડોર હોલ,જિમ્નાસ્ટીક બિલ્ડીંગ,ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર