Home /News /madhya-gujarat /

ગોધરા: સ્પીડબ્રેકર કૂદતાં બસમાંથી 2 મુસાફર કાચ તોડી બહાર પડ્યા, માંડ માંડ થયો બચાવ

ગોધરા: સ્પીડબ્રેકર કૂદતાં બસમાંથી 2 મુસાફર કાચ તોડી બહાર પડ્યા, માંડ માંડ થયો બચાવ

પંચમહાલ

પંચમહાલ જિલ્લાની આપને અસર કરતી તમામ ખબરો...

ટ્રાફિક જવાનો ત્યાંથી રફુચક્કર થતા ચર્ચાનો ટ્રાફિક પોઇન્ટ સુમસામ જોવા મળ્યો તેમજ રસ્તા પરનો ટ્રાફિક અસંતુલિત અવસ્થામાં જોવાયું...

    ગોધરા:  ગોધરામા દુકાનધારકો દ્વારા ફૂટપાથ પર દબાણ છતા પાલિકાના સતાધીશો કેમ ચૂપ?ગોધરા શહેરમાં આવેલી ફુટપાથો પર ખાનગી દુકાનો ખોલી નાખવામા આવતા જતા, આવતા રાહદારીઓ અને વાહનચાલકો માટે માથાના દુ:ખાવા સમાન બન્યો છે.પાલિકાતંત્ર દ્વારા આ મામલે કેમ મૌન ધારણ કરવામા આવી રહ્યુ છે.તે બાબતે અનેક સવાલો થઈ રહ્યા છે. પંચમહાલ નું મુખ્ય મથક ગણાતું ગોધરા શહેરમા પોલીસ હેડ ક્વાટર ની સામેના વિસ્તારમાં દુકાન ધારકો દ્વારા ફૂટપાથ ને પોતાની માલિકી ની જગ્યા તરીકે વાપરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં પાર્કિંગ અને પોતાની દુકાનો ના કાઉન્ટરો ફૂટપાથ પર મૂકી ને વહેપાર ધંધો કરતાં નજરે પડ્યા હતા જેના કારણે રાહદારીઓ માટે ચાલવાનો ફૂટપાથ ખોરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો નજરે પડ્યાં હતાં જેના કારણે રાહદારીઓ ને હાઇવે રોડ પર ચાલવું પડતું હોય છે આ રોડ હાઇવે હોય અને આડેધર પાર્કિંગ થતું હોય છે જેના કારણે અકસ્માત નો ભય રાહદારી ને સતાવતો હોય છે ત્યારે ગોધરા પાલિકા આ દુકાન ધારકો સામે કાર્યવાહી કરશે કે પછી આજ પરિસ્થિતિ રહેશે? તે રાહદારીઓ માટે એક ચર્ચા નો વિષય બન્યો છે.

    આ પણ વાંચો: 

    2. સોમવારે સાંજ ના ૮ વાગ્યા નાં સૂમારે ગોધરાના ચર્ચ રોડ પાસે દાહોદ થી બીલીમોરા જતી બસ સ્પીડ બ્રેકર કૂદતા બસમાં પાછલી સીટ પર બેઠેલા મુસાફરો પાછળ નો કાચ તોડી બહાર પડ્યા. એકને ઇજા થતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો જ્યારે બીજાને સામાન્ય ઇજા થતા આબાદ બચાવ થયો. બસ રસ્તાની વચ્ચે ઉભી થઇ જતાં ટ્રાફિકજામ થવા પામ્યો હતો. ઘટના બની તે સમયે ટ્રાફિક જવાનો હાજર હોવા છતાં ઘટનાસ્થળે ઘટનાનું આકલન કરવા માટે પણ પહોંચ્યા નહીં. થોડીક જ વારમાં ટ્રાફિક જવાનો ત્યાંથી રફુચક્કર થતા ચર્ચાનો ટ્રાફિક પોઇન્ટ સુમસામ જોવા મળ્યો તેમજ રસ્તા પરનો ટ્રાફિક અસંતુલિત અવસ્થામાં જોવાયું...
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Godhara, ગોધરા, પંચમહાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन