Home /News /madhya-gujarat /

Panchmahal news: ગોધરા નગરપાલિકા દ્વારા વેરો વસુલવા ખાસ ઝુંબેશ, ડોર ટુ ડોર વેરા વસુલાત માટે ટીમો સજ્જ

Panchmahal news: ગોધરા નગરપાલિકા દ્વારા વેરો વસુલવા ખાસ ઝુંબેશ, ડોર ટુ ડોર વેરા વસુલાત માટે ટીમો સજ્જ

પ્રતિકાત્મક

પ્રતિકાત્મક તસવીર

Panchmahal news: ગોધરા નગરપાલિકા (Godhra Nagarpalika) દ્વારા વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગોધરાના મુખ્ય બજારમાં ફાયર વિભાગની ગાડીમાં માઈક દ્વારા લોકોને વેરો ભરવા જાગૃત કરવામાં આવ્યા છે.

    Panchmahal news:ગોધરા નગરપાલિકામાં રૂપિયા 11 કરોડનો વેરો નાગરીકો પાસેથી બાકી છે.પાલિકાતંત્ર દ્વારા ભરી જવા અપીલ કરવામા આવી રહી છે. નહી ભરવામા આવે તો કાર્યવાહી કરવાની પણ કરવાની સુચના આપવામા આવી છે,

    ગોધરા નગરપાલિકા (Godhra Nagarpalika) દ્વારા વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગોધરાના મુખ્ય બજારમાં ફાયર વિભાગની ગાડીમાં માઈક દ્વારા લોકોને વેરો ભરવા જાગૃત કરવામાં આવ્યા છે. ગોધરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે ગોધરા નગરપાલિકાના વિવિધ કોમ્પલેક્ષના બાકી દુકાન ભાડુંઆતો સહીત લોકોને નોટીશ ફટકારવામાં આવી છે. અને ગોધરા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વેરા વસુલાતની કામગીરી માટે અલગ અલગ ચાર ટીમો બનાવી લોકોના ઘરે જઈ વેરા વસુલાત કરવામાં આવી રહી છે.

    ગોધરા નગરપાલિકામાં આવેલા 11 વોર્ડમાં પાલિકાનો 11 કરોડ રૂપિયા જેટલો વેરો બાકી બોલે છે. પાલિકાએ વેરાની વસુલાત માટે ટીમ બનાવીને બાકીદારો પાસેથી બાકી વેરાની ઉઘરાણી શરૂ કરી દીધી હોવાનો દાવો થઈ રહ્યો છે. પરંતુ નવાઈની વાત એ છે કે જો સાચે જ વેરાની વસૂલાત શરૂ કરી હોય તો અધધ કહી શકાય તેટલો 11 કરોડ રૂપિયાનો વેરો બાકી કેમ છે તે પણ એક સવાલ છે.નગરપાલિકાના 44 કાઉન્સીલરમાંથી મોટાભાગના કાઉન્સીલરના વેરા પાલિકાના ચોપડે બાકી બોલે છે.

    આ પણ વાંચોઃ-ACB trap: વલસાડમાં લાંચિયો અધિકારી ઝડપાયો, ST નિગમનો ડિવિઝન કંટ્રોલર દિલીપ ચૌધરી રૂ.10 હજાર લેતા પકડાયો

    પાલિકા દ્વારા વેરાની વસુલાત અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને પાલિકાની આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે.વેરો ન ભરતા હોય તેવા મિલકત ધારકોની મિલકત સીલ કરવાનો નિયમ છે, પરંતુ પાલિકાના સત્તાધિશો અને અધિકારીઓ કોઈ કડક કાર્યવાહી નહીં કરતા હોવાને કારણે નગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી પડી છે. જેથી પાલિકાના કર્મીઓના પગાર સહિત પાલિકા તરફથી આપવામાં આવતી સેવાઓને પણ માઠી અસર પહોંચે છે.

    આ પણ વાંચોઃ-Rajkot news: લગ્નની લાલચ આપી આઠ વર્ષ સુધી કર્યુ મહિલાનું શોષણ, મહિલાની ન્યાય માટે પોકાર

    આ અંગે નગર પાલિકા પ્રમુખ સંજયભાઈ સોની એ જણાવ્યું હતું કે, ગોધરા નગરપાલિકા દ્વારા નગરમાં આવેલા વોર્ડ નં 1 થી 11માં પ્રાથમિક સુવિધા જેવી કે, રોડ રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત નગરપાલિકા દ્વારા વેરા વસુલ કરવામાં આવે છે. આથી નગરપાલિકા 11 કરોડ રૂપિયા વધુના બાકીદારો સામે કડક વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને વેરો ન ભરતા ઈસમો સામે નગરપાલિકા અધિનીયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

    તદ્ઉપરાંત પાલિકા તંત્ર દ્વારા સીટી સર્વે માં એક લેટર લખી મોકલેલ છે અને જે મોટા પાયે જેમનાં ટેક્સ બાકી છે તેમની મિલકત પર સીલ અને જરૂર જણાશે તો તેવા તમામ બાકી ટેક્સ વાળા ઓનું પેપરમાં નામ જોગ છાપવામાં આવશે અને તેમની કોર્મિશયલ મિલ્કત સીલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોની જાહેર જનતા ને અપીલ કરે છે કે હાઉસ ટેક્સ એ આમરી આવક છે આથી હું ગોધરા ની જનતાને નમ્ર વિનંતી કરું છું કે તમારા બાકી વેરો વહેલી તકે ભરવા માટે અપીલ કરી હતી...
    Published by:ankit patel
    First published:

    Tags: Godhra news, Panchmahal News, પંચમહાલ સમાચાર

    આગામી સમાચાર