Home /News /madhya-gujarat /Panchmahal: ગોધરાની કેટલીક મહિલાઓ ગોળ કુંડાળું વળીને જૂગાર રમવા બેઠી હતી અને પછી

Panchmahal: ગોધરાની કેટલીક મહિલાઓ ગોળ કુંડાળું વળીને જૂગાર રમવા બેઠી હતી અને પછી

મહિલા જુગાર, ઝુલેલાલ, ગોધરા

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ ઝુલેલાલ સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં અનીતાબેન નરેશકુમાર લાલવાણી કેટલીક મહિલાઓને ભેગી કરીને પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમાડી રહી છે.

વધુ જુઓ ...
    Shivam Purohit, Panchmahal: પંચમહાલ જિલ્લાના ગોધરા (godhra) ખાતે અસામાજિક તત્વો દ્વારા શરમની બધી હદો વટાવી દેવામાં આવી છે. જુગાર (gambling) નાં કિસ્સામાં પુરુષો સમાજને દૂષિત કરી રહ્યા હતા ત્યારે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ (police) દ્વારા ભુરાવાવ વિસ્તારમાં લુણાવાડા રોડ પર આવેલી ઝુલેલાલ સોસાયટીમાં હારજીતનો જુગાર રમતી 6 જેટલી મહિલાઓને (ladies) રંગેહાથ ઝડપી પાડવામાં આવી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ ઝુલેલાલ સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં અનીતાબેન નરેશકુમાર લાલવાણી કેટલીક મહિલાઓને ભેગી કરીને પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમાડી રહી છે. જેના આધારે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ગત ૨૬ તારીખે સાંજના અરસામાં બાતમીવાળા મકાનમાં રેડ કરવામાં આવી હતી.

    પોલીસ દ્વારા મકાનમાં રેડ કરવામાં આવતા કેટલીક મહિલાઓ ગોળ કુંડાળું વળીને જૂગાર રમવા બેઠી હતી.પોલીસ દ્વારા સ્થળ પર તપાસ કરતા ચલણી નોટો અને પત્તા પાના વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા. જેની ગણતરી કરતા 7960 જેટલી રકમ થઈ હતી.

    આ પણ વાંચો: યૂક્રેનથી વધુ 27 ગુજરાતી વિદ્યાર્થીઓ સહીસલામત પરત આવ્યા, CM પટેલ અને જીતુ વાઘાણીએ કર્યું સ્વાગત

    પોલીસે જુગાર રમાડનાર મહિલા અનિતા બેન સાથે રહેલા પર્સની તપાસ કરતા ૨૧૫૦ રોકડ રકમ મળી આવી હતી.પોલીસે જુગાર રમતા ઝડપાયેલ તમામ મહિલાઓના નામઠામ પૂછતાં તેઓએ પોતાના નામ અનિતાબેન નરેશકુમાર મંગારામ લાલવાણી, રીનાબેન વિનોદકુમાર બંસીલાલ ખત્રી, દિપાલીબેન જીતેન્દ્રભાઈ ગેઇમલ ગંજયાણી, સુલોચનાબેન તીરથદાસ નારણદાસ ભાગવાણી, સુધાબેન ગોપાલસિંહ નાનુસિંહ રાઠોડ અને પુષ્પાબેન વાસુદેવ પરષોત્તમ દાસ ઉદલાણી જણાવ્યા હતા.પોલીસ દ્વારા પકડાયેલ તમામ મહિલાઓની અંગજડતી કરીને રૂ.૭૧૧૦ કબ્જે લેવામાં આવ્યા હતા.
    " isDesktop="true" id="1184100" >

    આ પણ વાંચો: અમદાવાદ : મહંત નરેશ દાસ પર દુષ્કર્મનો આરોપ, લગ્ન-નોકરીની લાલચે પીડિતાને હવસનો શિકાર બનાવી!

    પોલીસે અંગજડતી અને સ્થળ પરના મળીને કુલ રૂ.૧૫૦૭૦ કબ્જે લઇને પત્તા પાના વડે હારજીતનો જુગાર રમનાર તમામ મહિલા સાથે શહેર બી ડિવિઝન પોલીસમથકે જુગારધારા મુજબ ગુનો નોંધ્યો હતો અને ઝડપાયેલી તમામ મહિલાઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સ્ત્રી એ સમાજ નું ઘરેણું છે ત્યારે સ્ત્રી એક માતા, પુત્રી, વહુ, બહેન ની ભુમીકા માં આવું ક્રૃત્ય કરે ત્યારે આવનારી પેઢી ને શું શીખ મળે તે વિચારવા જેવી બાબત છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन