Home /News /madhya-gujarat /જીવદયાની મિસાલ બન્યા સોમાભાઇ, કતલખાને જતી ગાયોને બચાવવા ઝડપ્યુ બીડું

જીવદયાની મિસાલ બન્યા સોમાભાઇ, કતલખાને જતી ગાયોને બચાવવા ઝડપ્યુ બીડું

    એક તરફ સમગ્ર ગુજરાતમાં ગાયોને લઇને રાજકારણ થઇ રહ્યું છે. સરકાર અને ગૌ શાળા સંચાલકો આમને સામને આવી ગયા છે. એટલુ જ નહી ગૌ શાળા સંચાલકોએ ગાયોને શહેરોમાં છોડી મુકવા સુધીની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે પંચમહાલમાં એક એવો શખ્સ છે જેની ગૌ સેવાના સંઘર્ષની ગાથા જોઇને આપનું હ્દય પણ દ્રવી ઉઠશે.

    પંચમહાલના ઘોઘંબા પાસે આવેલ બોકરાલ ગામમાં જીવદયાની મિસાલ બન્યા છે સોમાભાઇ. સોમાભાઇની આ ગૌ સેવા શરૂ થઇ આજથી 10 વર્ષ પહેલા. કતલખાને વેચાતી ગાયોને સોમાભાઇએ પોતાની પાસે રાખી જીવદયાની જ્યોત જગાવી. એક બાદ એક ગાયોની સંખ્યા વધતી ગઇ, અને ખૂબ જ ઓછા સમયમાં તેમની પાસે એક..બે નહી પરંતુ 105 થી પણ વધુ ગાયો થઇ ગઇ. 105 જેટલી ગાયોની સાચવણી માટે સોમાભાઇને ઘણી તકલીફ પડી રહી છે. તેમણે પોતાની 12 વીઘા જમીન જ નહીં પોતાનું ઘર પણ ગીરવે મૂકી દીધુ. આટલા સંઘર્ષ છતા પણ સોમાભાઇની જીવદયાની જ્યોત ઝાંખી નથી પડી.

    ગૌ સેવાના દાન માટે સોમાભાઇ અને તેમના સાથી રમણભાઇ અનેક શહેરો અને ગામડાઓમાં ફર્યા. આશ્રમો અને સાંધુ સંતોને મળ્યા, પરંતુ કોઇએ પણ સોમાભાઇ પર વિશ્વાસ ન મૂક્યો અને તેમને મદદ ન આપી. સોમાભાઇનું સમગ્ર પરિવાર ગૌ સેવાના ભગીરથ કાર્યમાં 24 કલાક જોડાયેલુ રહે છે. પોતાના મોટાં દીકરાને મજૂરી મોકલી ગૌ સેવા કરતા સોમાભાઈના આ મહાયજ્ઞમાં એમના પત્ની પણ છેલ્લા 11 વર્ષથી તેમને સાથ આપી રહ્યા છે.

    આટ આટલો સંઘર્ષ કરીને ગૌ સેવા કરી રહેલા સોમાભાઈનો પરિવાર અને શ્રી રામ ગૌશાળા હાલ મૃતઃ પાય અવસ્થામાં છે. ત્યારે જોવાનું એ રહે છે કે જિલ્લા વહીવટી તંત્ર કે હિન્દુત્વના નામે રાજકીય રોટલા શેકવા ગાયોને આગળ કરનાર કોણ સોમાભાઈની મદદે આવે છે. ગૌસેવાની મોટી વાતો કરતા આગેવાનોમાંથી કોણ કોણ આ ગાયોની વહારે આવે છે.

    સ્ટોરી - હર્ષદ મેહરા
    Published by:kiran mehta
    First published:

    Tags: Became

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन