Home /News /madhya-gujarat /Panchmahal: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની સ્કોર્પિયોમાં થઈ હતી તસ્કરી, મધ્યપ્રદેશથી મળી કાર

Panchmahal: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની સ્કોર્પિયોમાં થઈ હતી તસ્કરી, મધ્યપ્રદેશથી મળી કાર

તસ્કરી,

તસ્કરી, બી એન ચેમ્બર, ગોધરા, પંચમહાલ

ચોરીની ઘટનાને લઈને પોલીસે તેનુ પગેરૂં શોધવા ટીમ બનાવી હતી. જેમાં અંગત બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સ તથા સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ હાથ ધરતા ચોરીના છેડા મધ્યપ્રદેશ સુધી પહોંચલા હોવાની જાણ થઇ હતી.

    શિવમ પુરોહિત, પંચમહાલ: પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (Godhra) શહેર ખાતે બીએન ચેમ્બર્સમાં (BN chamber) થયેલી ચોરીનો (smuggling) મૂદ્દામાલ પોલીસે MP રાજ્યમાંથી રીકવર કર્યો છે. ગોધરા શહેરમાં થયેલી ચોરીનો માલ ગોધરા પોલીસની ટીમે મધ્યપ્રદેશના એક ગામમાંથી રિકવર કર્યો છે.આ મામલે વધૂ તપાસ પણ હાથ ધરવા આવી છે. તસ્કરી માં હાથ લાગેલી સ્કોર્પિયો ગાડીના આગળના ભાગમાં મધ્ય પ્રદેશ નાં કોંગ્રેસ (congress) પ્રદેશ પ્રમુખનું બોર્ડ જોવા મળ્યું હતું.

    પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં આવેલા બી એન ચેમ્બર્સ માં ચોરીની ઘટના બની હતી. જેમાં તસ્કરોએ ત્રણ દૂકાનોને નિશાન બનાવી હતી. જેમા ફોનવાલે નામની દૂકાનમાંથી એલ ઈ ડી ટીવીની ચોરી થઇ હતી. આથી દૂકાનમાલિક દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

    આ પણ વાંચો: 500 ભારતીય વિદ્યાર્થીઓ જીવ બચાવવા યુનિવર્સિટીનાં ભોયરામાં છુપાયા, ખાવા પીવાના પણ છે ફાંફા

    ચોરીની ઘટનાને લઈને પોલીસે તેનુ પગેરૂં શોધવા ટીમ બનાવી હતી. જેમાં અંગત બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સ તથા સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ હાથ ધરતા ચોરીના છેડા મધ્યપ્રદેશ સુધી પહોંચલા હોવાની જાણ થઇ હતી. જેને પગલે પોલીસટીમ દ્વારા પાંચ દિવસ મધ્યપ્રદેશમાં રોકાઇને દેવાસ શહેર પાસે આવેલા એક ગામમાં તપાસ હાથ ધરતા એક સ્કોર્પિયો ગાડીમાંથી એલઈડી ટીવી સહિત મોબાઈલ ફોનનો સામાન મળી આવ્યો હતો.

    આ પણ વાંચો: આખરે જૂનાગઢના સુરજ ભૂવા સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ, પીડિતાએ ગટગટાવી હતી ઝેરી દવા
    " isDesktop="true" id="1183217" >

    પોલીસ દ્વારા ચોરી માં ગયેલ તમામ મૂદામાલ ને જપ્ત કરી ગોધરા ખાતે લાવવામાં આવ્યો હતો તેમજ મુદ્દામાલની રીકવરી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन