Home /News /madhya-gujarat /

Skin Care: ચહેરાના પીમ્પલ્સથી લઈને ખરતા વાળ કેવી રીતે અટકાવવા, એક્સપર્ટ ડૉક્ટરની ટીપ્સ

Skin Care: ચહેરાના પીમ્પલ્સથી લઈને ખરતા વાળ કેવી રીતે અટકાવવા, એક્સપર્ટ ડૉક્ટરની ટીપ્સ

Skin

Skin and Hair Care Tips : કોરોના બાદ કેટલાક લોકોનું એવું માનવું છે કે વાળ ખરવાની (Harifall ) સમસ્યા જોવા મળતી હોય છે તો આ બધી બાબતો ની ચર્ચા કરીશું ચામડી રોગનાં નીષ્ણાત ડૉ. દેવાંશ શાહ સાથે

Skin Care Hair Care Tips: આજકાલ મોટાભાગના સલૂન્સમાં કે બ્યુટીશનો દ્વારા કે પછી નોન ડેરમટ દ્વારા જે વાળ ગ્રે થઈ ગયા હોય કે સફેદ થઈ ગયેલા હોય એને કાળા કરવા માટેની સલાહો આપતા હોય છે. યુવાનો પણ નોન ડેરમટ પાસેથી વાળ ફરી કાળા કરવા સલાહો લેતા હોય છે ત્યારે તેવો અમુક પિલ્સ કે ટ્રિટમેન્ટ્સ સજેસ્ટ કરતા

વધુ જુઓ ...
  શિવમ પુરોહિત, પંચમહાલ: હાલ નાં સમયે ત્વચા (skin Problem) માટે તેમજ વાળ (hair) માટે લોકો ઘણા પ્રોટેક્ટીવ જોવા મળતાં હોય છે. તેમાં પણ ખાસ કરીને યુવાનો માં એક સામાન્ય પીમ્પલ (Pimple) ઘણી વખત ડિપ્રેશનનું (Depression)  કારણ પણ બની જાય છે. ત્યારે આજે આપણે ચહેરા ની ત્વચા, નાની ઉંમરે આવતા સફેદ વાળ (White hair) તેમજ નાના બાળકો માં થતી શીળસનાં રોગ તેમજ કોરોના બાદ કેટલાક લોકોનું એવું માનવું છે કે વાળ ખરવાની (Harifall ) સમસ્યા જોવા મળતી હોય છે તો આ બધી બાબતો ની ચર્ચા કરીશું ચામડી રોગનાં નીષ્ણાત ડૉ. દેવાંશ શાહ સાથે તો આવો જાણીએ અને સમજીએ સ્કીન અને હેર વિશે ની કાળજી માટે ની બાબતો.

  દર્શક મિત્રો આજે આપણી સાથે ડેરમટોલોજિસ્ટ ડૉક્ટર દેવાંશ શાહ જોડાયા છે જે આપણને ચામડી અને વાળને લગતી સમસ્યાઓની જાણકારી આપશે. દોસ્તો આપણે જોતા હોઈએ છે કે નાની ઉંમરથી લોકોમાં પિમ્પલ્સ થવા, ડાઘ પડવા કે વાળ ગ્રે થઈ જવા જેવી સમસ્યાઓ છાસવારે જોવા મળતી હોય છે ત્યારે લોકો તરુણાવસ્થામાં આવે છે ત્યારે સમજદાર હોવા છતાં પણ ઈન્ટરનેટના માધ્યમથી મળતી માહિતીઓ કે નોન ડેરમેટ કે બ્યુટીશીઅનને બતાવી પોતાની સ્કિનને વધુ નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે દેવાંશ ભાઈ પંચમહાલ માં પણ લોકોને સ્કિન અને હેરની ઘણી સમસ્યાઓ હોય છે ત્યારે આપ તેના નિવારણની જાણકારી આપી.

  તેમણે જણાવ્યું કે આજકાલ ઈન્ટરનેટ ના માધ્યમથી કે ઇન્ફ્લ્યુન્સરના પ્રભાવમાં આવીને કે ઓવેર ધ કાઉન્ટર ડ્રગ્સ મેડિકલ સ્ટોરેસમાંથી મેળવીને લોકો થોડા સમય માટે છુટકારો મેળવી શકે છે પરંતુ તે લાંબા ગાળે નુકસાનદાયી નીવડે છે. જેમકે ડૉક્ટરની સલાહ વગર ડ્રગ્સ લેવાથી કે ક્રીમ લગાવવાથી ચામડીની લાલાશ દૂર થાય છે પરંતુ તેના સ્ટ્રીરોઈડ્સની આડઅસરથી સ્કિન વધુ પાતળી બનવા લાગે છે સાથે તે સાયકોલોજિકાળ સ્ટ્રેસ પણ આપે છે એટલે તમે જુવો તો આજકાલ લોકોમાં સાયકોલોજિકલ સ્ટ્રેસ ઘણો જોવા મળે છે જેથી ડેરમટ ની સલાહ વગર કોઈ પણ ડ્રગ ન લેવી જોઈએ.

  તેમજ તેમણે ઉમેર્યું કે સાયકોલોજિકલ સ્ટ્રેસ યુવાનોમાં કે વિદ્યાર્થીઓમાં વધુ જોવા મળતો હોય છે જેના લીધે હેરફોલ, પિમ્પલ્સની સમસ્યાઓ વધી જતી હોય છે. બીજુ કે જયારે આહારમાં પ્રોસેસ્ડ મિલ્ક કે ગળી વસ્તુઓનું સેવન વધુ કરવામાં આવે તો તે ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારી દેતું હોય છે જેના લીધે પિમ્પલ્સ થતા હોય છે.ત્રિજી વસ્તુ કે જયારે વધુ માત્રામાં જંક ફૂડનું સેવન કરવામાં આવે છે ત્યારે પૂરતી માત્રામાં પ્રોટીન મલતું નથી .આપણા વાળ પ્રોટીનના બનેલા હોય છે હવે જો પૂરતું પ્રોટીન ન લેવામાં આવે તો વાળ જોઈએ એટલા બનતા નથી જેથી આહારમાં પૂરતું પ્રોટીન લેવું જોઈએ.

  દેવાંશ ભાઈ મારો તમને બીજો એ પ્રશ્ન છે કે આજકાલ મોટાભાગના સલૂન્સમાં કે બ્યુટીશનો દ્વારા કે પછી નોન ડેરમટ દ્વારા જે વાળ ગ્રે થઈ ગયા હોય કે સફેદ થઈ ગયેલા હોય એને કાળા કરવા માટેની સલાહો આપતા હોય છે. યુવાનો પણ નોન ડેરમટ પાસેથી વાળ ફરી કાળા કરવા સલાહો લેતા હોય છે ત્યારે તેવો અમુક પિલ્સ કે ટ્રિટમેન્ટ્સ સજેસ્ટ કરતા હોય છે ત્યારે શું દેવાંશ ભાઈ જે વાળ ગ્રે થઈ ગયા હોય એ ફરી કાળા થવા શક્ય છે?

  ત્યારે તેમણે જણાવ્યું કે શિવમ ભાઈ તમે જે વાત કરી એમાં બે ત્રણ વસ્તુઓ જવાબદાર છે. એક તો જિનેટિક્સ જનીનો. જો તમારા માતા પિતાને નાની ઉંમરમાં વાળ ગ્રે થઈ ગયા હોય તો વાળ નાની ઉંમરમાં ગ્રે થઈ જવાની શક્યતા છ ગણી વધી જાય છે. બીજુ કે આહારમાં પેન્ટોથેનીક એસિડને પૂરતા પ્રમાણમાં ન લેવામાં આવે તો પણ વાળ જલ્દી ગ્રે થઈ જતા હોય છે.

  એટલે શું જે લોકો ગ્રે થઈ ગયેલા વાળને પાછા કાળા કરવાનો દાવો કરતા હોય છે એ શક્ય હોય છે ખરો? આપણે ટ્રીટમેન્ટ થી વાળની ગ્રે થવાની ગતિને સ્લો કરી શકીએ છીએ પરંતુ તેને પાછા કાળા કરવાની કોઈ ટ્રીટમેન્ટ નથી.તો દોસ્તો તમે પણ આ વસ્તુનું ધ્યાન રાખજો એવી કોઈ ટ્રીટમેન્ટ હોતી નથી જે તમારા ગ્રે થાઈ ગયેલા વાળને કાળા કુદરતી રીતે કરી આપે.

  પંચમહાલ જિલ્લામાં દાદર, ખરજવું જેવા રોગો થતા હોય છે અને નાના બાળકોમાં શીળસ પણ જોવા મળતું હોય છે ,ત્યારે જે બાળકોને શીળસ થયું છે અને આગળ ન થાય તેની સાવચેતી રૂપે માબાપે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ ?

  ચામડીને થતા રોગો માં ચેપી અને બિનચેપી રોગો હોય છે. દાદર અને ખરજવામાં મોટાભાગે તેના લક્ષણો એકસરખા હોવાથી લોકો ખોટું ડાયગ્નોસિસ કરતા હોય છે અને ડેરમટની સલાહ લીધા વિના મેં આગળ જણવ્યું એમ સ્ટેરોઇડ્સ લેતા હોય છે જેના લીધે ચામડીની લાલાશ તો દૂર થાય છે પરંતુ ફૂગનો ચેપ લાગી જતો હોય છે એટલે પછી તેની ટ્રીટમેન્ટ માટે હાઈ પૉવેરની ડ્રગ્સ આપવી પડતી હોય છે.

  શીળસ કહ્યું તો નાના બાળકોમાં માટી ખાવાની ટેવના લીધે પેટમાં કૃમિઓ પડી જતા હોય છે. હવે આ ક્રુમિઓ ના લીધે એવું દ્રવ્ય ઉત્પન્ન થાય છે જે લાલ ચાઠાં સ્વરૂપે જોવા મળે છે. ત્યારે ઘરગથ્થું ઉપચાર કરવાની જગ્યા એ ડેરમટ ને બતવવું જોઈએ કારણકે જો સમયસર ન બતાવવામાં આવે તો શ્વાસનળીમાં સોજો વધી જાય છે જે ઘાતક નીવડે છે.
  એટલે ડેરમત ને બતાવવું જોઈએ.ખરજવાની તો મોટા ભાગે લોકોને એમ હોય છે કે ખરજવું ચેપી હોય છે અને સલાહ વગર સ્ટેરોઇડ્સ લગાવતા હોય છે જેથી લાલાશ દૂર થાય છે પરંતુ તેનાથી ડાયગ્નોસિસ કરવામાં પણ પ્રોબ્લેમ થાય છે. જેથી જાતે ઈલાજ કરવા કરતા ડેરમટ ને બતાવવું જોઈએ જેથી તેનું નિદાન થાય.

  દેવાંશ યુવાનોમાં ગુપ્તાંગોમાં ફંગસની પ્રોબ્લેમ જોવા મળતી હોય છે. તેવો શરમના લીધે તેનો ઈલાજ કરાવતાં નથી ત્યારે એના વિષે આપ શું કહેશો?

  દાદર એ ફુગજન્ય રોગ છે. ફુગજન્ય રોગોમાં એકની એક સ્ટેરોઇડ્સ કામમાં આવતી નથી. જેમકે કોરોનમાં પહેલા રેમડેસીવર પહેલા જેટલી અસરકારક હતી હવે એ નથી. કારણકે જયારે ફુગજન્ય રોગોમાં એકની એક સ્ટેરોઇડ્સ લગાવવામાં આવે ત્યારે તે રેઝિસ્ટન્ટ બની જાય છે અને અસર કરતી નથી જેથી વધારે હાઈ પૉવેરવાળી સ્ટીરોઈડ લગાવવામાં આવે છે એટલે જયારે આવી ફંગસ થાય ત્યારે સમયસર ડેરમટ ને બતાવી તેનું નિદાન કરાવવું જોઈએ.

  આશા છે કે દર્શકો ને આ જાણકારી ખરેખર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
  First published:

  Tags: Hair fall, Skin care, ગુજરાતી સમાચાર, સ્વાસ્થ્ય, હેલ્થ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन