ગોધરા, પંચમહાલ: આજરોજ અતિથિગૃહ ગોધરાનાં બહારનાં ભાગમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મૌન ધરણા થકી પંજાબનાં મુખ્યમંત્રને ચેતવણી આપવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાનાં પાટનગર ગોધરા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મૌન ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ અનેક હોદ્દેદારો તેમજ આગેવાનો જોડાયા. આ મૌન ધરણા નાં માધ્યમ થી ગોધરા નાં ધારાસભ્ય સી કે રાઉલજી નાં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં કાફલાને જ્યારે પંજાબ પ્રવાસ દરમિયાન જે રોકવામાં આવ્યા હતા તેમજ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ચિન્હ જેવો વ્યવહાર થયો તે માટે પંજાબ નાં મુખ્યમંત્રીની બેદરકારીને વખોડી કાઢવામાં આવી હતી.
તેમજ તેમણે ઉમેર્યું કે પંજાબ નાં મુખ્યમંત્રીને ચેતવણીનાં ભાગ રૂપે એવું જણાવવામાં આવ્યું આગામી સમયમાં જ્યારે પણ દેશના પ્રધાનમંત્રી પંજાબનાં પ્રવાસે હોય કે ત્યાં તેમનો કોઈ કાર્યક્રમ હોય તો તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ની જવાબદારી પંજાબ ના મુખ્યમંત્રીની રહેશે...
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર