Home /News /madhya-gujarat /પંચમહાલ: કમોસમી વરસાદને લઈને શહેરાનાં ખેડૂતો ચિંતિત, તુવેરનાં પાકમાં ઇયડો પડવાનો ડર

પંચમહાલ: કમોસમી વરસાદને લઈને શહેરાનાં ખેડૂતો ચિંતિત, તુવેરનાં પાકમાં ઇયડો પડવાનો ડર

X
શહેરા,

શહેરા, પંચમહાલ

રાજ્યમાં હવામાન ખાતાની આગાહી મુજબ છૂટો છવાયો કમોસમી વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં ઠંડીનું વાતાવરણ પ્રસરી જવા પાામ્યું છે 

રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. આ કમોસમી વરસાદની અસર સમગ્ર રાજ્યના શહેરો સાથે પંચમહાલ પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યોબે દિવસથી વાદળ છાયું વાતાવરણ હતું જ્યારે ગતરોજ વહેલી સવારે થી વાતાવરણમાં ધીમી ગતિએ પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી જિલ્લામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા.

કમોસમી વરસાદ હોવાને કારણે ખેડૂતોને તુવેર તેમજ હાલમાં ઘઉં અને ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં વધુ પ્રમાણ માં વરસાદ પડે તો મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી ભિતી સેવાઈ રહી છે ગુજરાત માં વરસાદ ની આગાહી મુજબ છૂટો છવાયો વરસાદ વરસતા કમોસમી વરસાદ થતાં સમગ્ર જિલ્લામાં ઠંડી નું વાતાવરણ પ્રસરી જવા પાામ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લામાં અનુક્રમે ગોધરા, હાલોલ, કાલોલ,શહેરા, જાંબુઘોડા, ઘોઘંબા તથા મોરવા હડફ તાલુકામાં ૧૭,૧૪, ૯, ૪, ૨૬, ૫ તથા ૧૨ mm વરસાદ ગઈ કાલે રાત્રે ૮ વાગ્યા થી લઈ ને આજરોજ બપોરે ૨ વાગ્યા સુધી માં નોંધાયો છે.તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લામાં સરેરાશ ૧૨.૪૨mm વરસાદ ની નોંધણી કરાઈ છે.
First published:

Tags: Panchmahal district, Shehra, ખેડૂતો, ગોધરા, વરસાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો