Home /News /madhya-gujarat /

પંચમહાલ:જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ મુદ્દાઓને લઈને કલેકટરને ધારદાર રજૂઆત 

પંચમહાલ:જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ મુદ્દાઓને લઈને કલેકટરને ધારદાર રજૂઆત 

જિલ્લા

જિલ્લા સેવાસદન, ગોધરા

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટવાના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે ત્યારે સરકાર કરોડો રૂપિયાની ફી ઉઘરાવી વિદ્યાર્થીઓ સાથે 

    ગોધરા, પંચમહાલ: ગોધરા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજત્રણ મુદ્દાઓને લઈને ધારદાર રજૂઆત સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. જિલ્લા પ્રમુખ તેમજ અને કાર્યકર્તાઓ જોડાઈને બાબાસાહેબ અમર રહો ના નારા સાથે બાબાસાહેબ આંબેડકરને હાર ચડાવી આંદોલનાત્મક રીતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

    જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અજીતસિંહ ભાટી દ્વારા જણાવવામાં આવે છે કે હાલ સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટવાના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે ત્યારે સરકાર કરોડો રૂપિયાની ફી ઉઘરાવી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહી છે તેઓ ને ન્યાય મળે સાથે સાથે હાલ અને જિલ્લાની હાલોલ ખાતે આવેલી જી એફ એલ કંપની માં થયેલા બ્લાસ્ટ અંગે જે લોકોના મૃત્યુ થયા છે તેમજ જે લોકો ઘાયલ થયા છે તેમના યોગ્ય વળતર મળી રહે તે અંગે વાતચીત કરવામાં આવી.

    આ પણ વાંચો: અમદાવાદ : કોરોનાના જાહેર થતા આંકડા બાબતે IMA નારાજ, જાણો શું કરી ટકોર

    તેમજ ચૂંટણી પ્રક્રિયાને લઇને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી અમુક ગેરરીતિઓ ને ધ્યાને લઇને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું કે આવનાર સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં જો આ પ્રકારની પક્ષપાત ની નીતિ રહેશે તો તેની વિરુદ્ધ આંદોલન રૂપી જવાબ આપવામાં આવશે. જેથી કલેક્ટરને આપવામાં આવેલા આવેદનમાં આ ત્રણ પ્રજાલક્ષી મુદ્દાઓની ધારદાર રજૂઆત કરી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું....
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, કોંગ્રેસ, પંચમહાલ

    આગામી સમાચાર