Home /News /madhya-gujarat /

ગોધરા: વોર્ડ નંબર એકમાં રસ્તા જેટલી પહોળી ગટર!,ખુલ્લામાં વહે છે ગંદુ પાણી,અકસ્માત માટે જવાબદાર કોણ?

ગોધરા: વોર્ડ નંબર એકમાં રસ્તા જેટલી પહોળી ગટર!,ખુલ્લામાં વહે છે ગંદુ પાણી,અકસ્માત માટે જવાબદાર કોણ?

ગોધરાના

ગોધરાના સમાચાર

આ વખતની ચૂંટણીમાં નગરપાલિકા પ્રમુખ બનવાની સખત મનાછા હતી જે પૂરી ન થવાને કારણે તેઓને કામ લેવામાં કોઇ રસ નથી

    ગોધરા:   શહેરા ભાગોળ રેલ્વે (bhagol railway) ફાટક પાસે આવેલ ચમન મસ્જિદ નજીક પસાર થતી ગટર લાઈનમાં ભંગાણ (swear break) પડવાથી રોડનું ગંદુ પાણી ચારેય તરફ ફરી વળતા રેલમછેલ ના દ્રશ્યો સર્જાયા હતા પરિણામે રોડ ઉપરનું ગંદુ પાણી ડામર રોડ ઉપર આવી જતાં રોડનું ધોવાણ થયું છે અને હાલ મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણે અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

    આ ખાડાઓના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે આથી આ વોર્ડના સભ્ય દીવાબેન વિઠ્ઠલભાઈ પરમારે ગોધરા નગરપાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસર ને લેખિત રજૂઆત કરી ગટરનું રીપેરીંગ અને ડામર રોડ ઉપર પડેલ મસમોટા ખાડા ઓનું પેચવર્ક કરવા માટે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. શહેરા ભાગોળ રેલ્વે ફાટક ને અડીને ચમન મસ્જિદ આવેલી છે અને ત્યાં એક ગટર લાઈન માં ભંગાણ સર્જાતા ગટરની દિવાલ તૂટી જવાના કારણે ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ફરી વળ્યું છે જેના લીધે ડામર રોડ ધોવાઈ ગયેલ છે અને આ રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે.

    આ ઉપરાંત આ વિસ્તારમાં રેલ્વે ફાટક પસાર થાય છે જ્યાં રોજબરોજ ટ્રાફિકની સમસ્યા છે અને ભારદાર વાહનો, તેમજ એફસીઆઈ ગોડાઉન નજીક હોવાને કારણે આ રોડ ઉપર થી ખાતર, સિમેન્ટ, અનાજની રેક લાગે છે ત્યારે ભારદારી ટ્રકો આ રોડ પરથી પસાર થતા હોય છે અને શાળાએ જતા બાળકો આ રોડ પરથી પસાર થતા હોય છે. જ્યારે રેલ્વે ફાટક ખુલે છે ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે.

    પરિણામે નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે માટે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાઈ તે માટે સત્વરે આ ગટર લાઈન નું જમીનથી લેવલ કરી પ્લાસ્ટર કરી ડામર રોડ નું જે ધોવાણ થયું છે તે રોડનું પેચવર્ક રીપેરીંગ કામ કરવા માટે ગોધરા નગરપાલિકા ના સભ્ય દીવાબેન વિઠ્ઠલભાઈ પરમારે નગરપાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસર ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ રોડની કામગીરી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

    તેમજ સભ્યો દિવાબેન વિઠ્ઠલભાઈ પરમાર ના પતિ વિઠ્ઠલભાઈ પરમાર આગળ પડતા રહી ને પ્રજાલક્ષી કામો કરતા હોય છે ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે વોર્ડ નંબર 1 ના અન્ય સભ્ય જેની આ વખતની ચૂંટણીમાં નગરપાલિકા પ્રમુખ બનવાની સખત મનાછા હતી જે પૂરી ન થવાને કારણે તેઓને કામ લેવામાં કોઇ રસ નથી એવું જણાવવામાં આવ્યું... હવે જોવાનું હોય છે કે એ રાજકારણીય તવા ઉપર પ્રજા ની રહેણીકરણી શેકાય છે કે પછી પ્રજાલક્ષી કામો થઇ પ્રજાને રાહત મળે છે !!
    Published by:ankit patel
    First published:

    Tags: Godhra news, Panchmahal News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन